Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરપોલીસે યુવાનના હત્યારાઓ પાસે કરાવ્યું રી-કન્સ્ટ્રકશન- VIDEO

પોલીસે યુવાનના હત્યારાઓ પાસે કરાવ્યું રી-કન્સ્ટ્રકશન- VIDEO

જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.11માં ગાળો બોલવાની આશંકાએ યુવાન ઉપર છરીનો જીવલેણ ઘા ઝિંકી દેતાં મોત નિપજયા બાદ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યાના બનાવમાં બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી તેમની પાસે હત્યાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી અવાર-નવાર મારામારી અને માથાકૂટના બનાવો બનતા રહે છે. આ વિસ્તારમાં લુખ્ખાગીરી અનહદ વકરી રહી છે. જીવલેણ હુમલા અને મારામારીના બનાવો તો સાવ સામાન્ય થઈ ગયા છે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે જામનગર શહેરના ગોકુલનગર શેરી નંબર-11 માં ગીરીરાજ પાનની બાજુમાં રહેતાં પ્રદિપસિંહ જશાજી જેઠવા (ઉ.વ. 27)ના શેરીમાં અમુક શખ્સો અંદરોઅંદર ગાળાગાળી કરતા હતા. આ ગાળાગાળીની આશંકાએ પ્રદિપસિંહ જેઠવાના ઘર પાસે આવીને સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને જોષનાબાના પતિ સહિતના સાત શખ્સો વાતો કરતા હતાં તે દરમિયાન પ્રદિપસિંહ જશાજી જેઠવા નામના યુવાન ઉપર પ્રદિપસિંહ જાડેજાએ તેની પાસે રહેલી છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા પ્રદિપસિંહ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે ઢળી પડયો હતો. તેમજ મૃતક પ્રદિપસિંહના ભાઈ મયુરસિંહને પણ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.

તે દરમિયાન બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા તેના ઘર બહાર બોલાચાલી અને દેકારો થતા બહાર દોડી આવ્યો હતો. જ્યાં તેનો સગો ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલો જોવા મળતા તેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રદિપસિંહનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા પીઆઈ એન.બી. ડાભી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ બાબુ ઉર્ફે રણજીતસિંહ જેઠવાના નિવેદનના આધારે સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને જોષનાબાના પતિ સહિતના સાત શખ્સો વિરૂધ્ધ હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાક સમયથી હત્યા અને હત્યાના પ્રયાસોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે તેમાં પણ ખાસ કરીને શહેરના ગોકુલનગર વિસ્તારમાં મારામારી અને હુમલાના બનાવો બેખોફ બની રહ્યા છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને ચેકિંગ તથા આવા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

- Advertisement -

હત્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને પોલીસ દ્વારા હત્યારાઓ પાસે હત્યાનું રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ હત્યારાઓને જેલહવાલે કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular