ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસો ઘટી રહ્યા હતા. પરંતુ દિવાળીના તહેવાર બાદ આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનાના 42 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 16 કેસ નોંધાયા છે. અન્ય મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટમાં 2, જામનગરમાં 1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં હાલ 215 કેસ એક્ટીવ છે.