Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતપાકિસ્તાનનો ફાયદો, અલંગની નુકસાની

પાકિસ્તાનનો ફાયદો, અલંગની નુકસાની

અલંગમાં લોખંડની અછત, પાક.ઉંચા ભાવો ઓફર કરે છે

- Advertisement -

- Advertisement -

અલંગમાં ગયા મહિને ટ્રક હડતાળ સમેટાઇ જતા કામકાજ તો પૂરપાટ ચાલવા લાગ્યું છે પણ જહાજોની સંખ્યા ઘટવા લાગતા કાચોમાલ મળવાની સમસ્યા થવા લાગી છે.ઓછાં જહાજો અલંગમાં ભાગવા માટે આવી રહ્યા હોવાથી લોખંડની અછત સર્જાઇ હોવાનું શીપબ્રેકરો કહી રહ્યા છે. શીપબ્રેકરો કહે છે, જહાજો પાકિસ્તાન તરફ વધારે પ્રમાણમાં જઇ રહ્યા છે.

અલંગમાં સામાન્ય રીતે માસિક ધોરણે 10-12 જહાજો આવતા હોય છે પરંતુ અત્યારે સંખ્યા ઘટીને સાતથી આઠ જેટલી થઇ ગઇ છે. સંખ્યા ઘટવા પાછળ પાકિસ્તાનના ઓફરભાવ ઉંચા હોવાનુું કારણ સામે આવ્યું છે. અલંગના શીપ બ્રેકરો ટને 575 ડોલરનો ભાવ ઓફર કરી રહ્યા છે. એની સામે પાકિસ્તાનના બ્રેકરો 600 ડોલર ચૂકવે છે એટલે એ તરફ જહાજો વળી રહ્યા છે. બાંગ્લાદેશ પણ ભારતનું હરિફ છે પણ ત્યાં ભારત જેવા જ ભાવ છે. એટલે ત્યાં પણ અત્યારે જહાજો ઓછી સંખ્યામાં જઇ રહ્યા છે તેમ શીપ બ્રેકરોએ જણાવ્યું હતું.

અલંગમાં જૂન-જુલાઇ સુધી કોરોનાની અસરથી પ્રવાસન પ્રભાવિત થતા પેસેન્જર ક્રૂઝ વધારે સંખ્યામાં આવવા લાગ્યા હતા. એ કારણે રોનક હતી. એમાંથી લોખંડ ઓછું મળતું હતું. પણ રાચરચીલું એમાંથી વધારે આવતું હતુ એક શીપબ્રેકરે કહ્યું હતું. જો કે હાલ તો જહાજોની આવકમાં મંદી જોવા મળી રહી છે. અલંગમાં અત્યારે જૂજ જહાજો પ્લાટમાં પડેલા છે. આવનારા જહાજોમાં ઓઇલ ટેન્કર, માછલી પકડવાના નાના જહાજો, ટગ અને સ્પેશ્યલ બોટલતથા કાર્ગો વેસેલ આવી રહી છે.

અલંગમાં લોખંડની થોડી ખેંચ છે પણ એ સિવાયના સંલગ્ન ધંધા ચાલી રહ્યા છે. કાચા લોખંડનો ભાવ અત્યારે અલંગમાં રૂા.37 થી 38 ચાલે છે. પ્લેટનો ભાવ રૂા. 42 થી 43 જેટલો બોલાઇ રહ્યો છે. જોકે ફિનિશ્ડ સ્ટીલનો ભાવ રૂા. 65 થી 68 સુધી બોલાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular