રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. રામનાથ કોવિંદ જોગમ્મા વારસાના કર્ણાટક ટ્રાન્સજેન્ડર લોક નૃત્ય અને કર્ણાટક જનપદ અકાદમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ, મઠ બી. મંજમ્મા જોગાઠીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ શ્રી લેતા પહેલા તેઓએ અનોખી રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આશીર્વાદ આપ્યા હતા. જેનો વિડીઓ સામે આવ્યો છે.
મંજમ્મા જોગાઠીનો જન્મ 18 એપ્રિલ 1964 થયો છે. તેઓ ભારતી કન્નડ થિયેટર અભિનેત્રી, જોગતી નૃત્યની ગાયિકા અને નૃત્યાંગના છે. આ ઉત્તર કર્ણાટકનું લોકનૃત્ય છે. વર્ષ 2019 માં મંજમ્મા પ્રથમ ટ્રાન્સજેન્ડર છે જેને કર્ણાટક જનપદ અકાદમીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2021માં ભારત સરકારે નૃત્યના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેઓને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. અને આજે તેમણે પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે.