Wednesday, April 30, 2025
Homeસમાચારરાષ્ટ્રીયOYO અપરિણીત યુગલો માટે ‘નો-એન્ટ્રી’ : કંપનીના નિયમોમાં ફેરફાર અહીંથી શરૂ......

OYO અપરિણીત યુગલો માટે ‘નો-એન્ટ્રી’ : કંપનીના નિયમોમાં ફેરફાર અહીંથી શરૂ……

OYO એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો તેણે પ્લેટફોર્મ સાથે સંકળાયેલ હોટલોમાં અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

OYOની મદદથી ભારતના કોઇપણ શહેરમાં સસ્તી હોટેલ શોધવી અને ત્યાં રોકાવું સરળ બની ગયું છે પરંતુ, કંપનીએ નવા વર્ષ 2025માં પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અને અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ઓયોમાં કપલ્સ સરળતાથી રૂમ મેળવી શકતા હતા પરંતુ કંપનીએ હવે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમનો ફેરફાર ઉતર પ્રદેશના મેરઠ શહેરથી લાગુ કરવામાં આવી રહ્યો છે.

OYOની અપડેટ કરેલી માર્ગદર્શિકા જણાવે છે કે ઓનલાઈન બુકીંગ કરનારા સહિત તમામ યુગલોએ હવે ચેકઈન સમયે તેેમન સંબંધનો માન્ય પુરાવો રજુ કરવો પડશે. આ સાથે રિપોર્ટમાં સુત્રોને સુત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની મેરઠમાં આ નિયમ લાગુ કર્યા બાદ તેના ફીડબેક અને અસરકારકતાના આધારે અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular