Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં વિપક્ષનો હોબાળો - VIDEO

જામનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં વિપક્ષનો હોબાળો – VIDEO

વિપક્ષી નેતાએ બજેટની કોપી ન મળવા અંગે વ્યકત કર્યો રોષ: સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કરતા પોલીસની મદદ લેવી પડી

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર આજે પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ રજૂ કર્યુુ હતું. દરમિયાન જિલ્લા પંચાયતના સભ્યોને માગણી છતા બજેટની કોપી આપવામાં નહીં આવતા વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા જે.વી.મારવીયા એ આજે આપવામાં આવેલી બજેટની કોપી ફાડીને રોષ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દિવસો અગાઉ સભ્યોને બજેટની કોપી ફાળવવા લેખિત માંગણી કરવામાં આવી હતી. જેથી બજેટની જોગવાઈઓનો અભ્યાસ થઈ શકે. પરંતુ, છેક છેલ્લી ઘડી સુધી પંચાયતના સત્તાધિશો દ્વારા બજેટની કોપી ફાળવવામાં આવી ન હતી. તેમણે સત્તાધિશો પર બજેટમાં છાનગપતિયાનો આક્ષેપ પણ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ સામાન્ય સભામાં ટેબલ પર ઉભા થઈને સત્તાપક્ષ ભાજપા વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિપક્ષના હંગામા અને વિરોધને ધ્યાનમાં રાખી પોલીસની મદદ લેવામાં આવી હતી.

- Advertisement -

દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ પંચાયતનું સ્વભંડોળનું રૂા.807 લાખનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં 698 લાખની સૂચિત ખર્ચની જોગવાઈ દર્શાવવામાં આવી છે. આ સ્વભંડોળમાંથી જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં ચેકડેમની મરામત માટે 70 લાખ, રસ્તાની મરામત માટે 140 લાખ, પછાત વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે 60 લાખ, આંગણવાડી સુવિધા માટે 15 લાખ, શૈક્ષણિક ઉપકરણો ખરીદવા માટે 30 લાખ, આકસ્મિક કાર્યો માટે 5 લાખ, આરોગ્ય ઉપકરણો માટે 10 લાખ તથા આયુર્વેદ ચિકિત્સા માટે 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવનારી 185.14 કરોડની ગ્રાન્ટનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખે જણાવ્યું હતું કે, જે ગ્રાન્ટ ફાળવવામાં આવશે તે યોજનાકીય કામોમાં વાપરવામાં આવશે. જિલ્લામાં હાલ બાંધકામ શાખા હેઠળના 172 કરોડના કામો પ્રગતિમાં છે જ્યારે 110 કરોડના કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની બજેટ સ્પીચ દરમિયાન જણાવ્યું હતું. તેમણે બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular