Monday, July 4, 2022
Homeરાજ્યજામનગરખીજડીયા બાયપાસ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ખીજડીયા બાયપાસ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

એસઓજી દ્વારા રૂા 5,50,300નો મુદ્દામાલ કબ્જે : ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

- Advertisement -

જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસેથી 5,40,000 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી લઈ રૂા5,50,300નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેરમાંથી પણ નશીલા પદાર્થ મળી આવવાની ઘટનાઓ અનેક વખતે બનતી હોય છે. ત્યારે પોલીસડા પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ નશીલા પદાર્થ સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગત મુજબ એસઓજીના દિનેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડાની સૂચનાથી પીઆઈ કે.કે.ગોહિલ તથા સ્ટાફે ખીજડીયા બાયપાસ પાસેથી શબીર ઇકબાલ વાઘેર (ઉ.વ. 25) (રહે. વાઘેરવાડો મરછી માર્કેટ જામનગર) નામના શખ્સને 5,40,000 ની કિંમતના 54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ રૂા 5,50,300નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

એસઓજીની ટીમે શબીર ઇકબાલ વાઘેર ની ધરપકડ કરી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથેનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ નશીલા પદાર્થનો જથ્થો જામનગરમાં રહેતા સમીર ઇકબાલ બસરના કહેવા થી અમદાવાદના આદીલ નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે ખરીદ કર્યા હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે સમીર તથા આદીલ નામના શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

આ કાર્યવાહી પીઆઈ કે.કે.ગોહિલ તથા એએસઆઈ ચંદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ ઝાલા, હેકો. હે.કો.હિતેશભાઇ ચાવડા, રાયદેભાઈ ગાગિયા,અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠિયા,મયુદીન સૈયદ,રમેશ ચાવડા, શોભરાજસિંહ જાડેજા, સંદિપ ચુડાસમા, હર્ષદ ડોરિયા, રાજેશભાઇ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા, રવિ બુજડ, પો.કો. સૌયબ મકવા, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢિયા, ડ્રા.એએસઆઇ અનિરૂધ્ધસિંહ જાડેજા, ડ્રા.પો.હેકો. સહદેવસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular