Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારલાંબા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

લાંબા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મધ્યરાત્રિના સમયે અકસ્માત: એક વ્યક્તિને ઈજા પહોંચી

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ નજીક આજે ચઢતા પહોરે સર્જાયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થવા પામી હતી.

- Advertisement -

આ અંગેની જાણવા માટે વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા લાંબા ગામના બાયપાસ પાસે આજે મધ્યરાત્રીએ આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે એક મોટરસાયકલ અને એક ફોર વ્હીલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular