શિયાળાની ધીમાપગે શરૂઆત થઈ ગઇ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. આ સીઝનમાં ફીટ રહેવા શું કરવું ? તો ચાલો જાણીએ શિયાળામાં બિમારીથી બચવા શું કરવું જરૂરી છે.
નવેમ્બરની શરૂઆત થતાની સાથે જ ઠંડક પ્રસરી જાય છે આવી સ્થિતિમાં દરેકે પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદ અનુસાર શિયાળો એ ઋતુ છે જ્યારે રોગપ્રતિકારક શકિત વધે છે. ઠંડા હવામાનમાં શરીરનું તાપમાન ઘટે છે અને શરીરના નવા હવામાનને અનુરૂપ થવા માટે થર્મોરેગ્યુલેશનમાંથી પસાર થાય છે. કયારેક આ ફેરફાર બીમારીઓ લાવે છે. તો થોડી સાવચેતી રાખવાથી આ બીમારીથી બચી શકાય છે જેમ કે…
સ્વસ્થ આહાર:
આખા અનાજ, કઠોળ, સુકા ફળો, બીજ, જડી બુટીઓ, મસાલા, તાજા ફળો અને શાકભાજીનો સમતોલ આહર લેવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. ખાસ કરીને વિટામ સી ી ભરપૂર આહારના સેવનથી રોગપ્રતિકારક શકિત વધે છે.
કસરત :
શિયાળામાં શરીરને ફીટ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે જેમ કે, વોકિંગ, જોગીંગ, કસરતો, યોગાસનો વગેરે જે શરીરને ગરમ રાખે છે અને ફલુ અથવા શરદીથી રક્ષણ આપે છે.
મોઈશ્ચરાઈઝર :
શિયાળામાં સ્કિન ડેમેજનો મોટો ખતરો છે. ઠંડા હવામાનથી ત્વચાને નુકસાન થાય છે. જેના કારણે ત્વચા શુષ્ક અને ખંજવાળ આવે છે. હોઠ ફાટે છે અને હિલ્સ ફાટી જાય છે. ત્યારે ત્વચાની દેખભાળ માટે શિયાળામાં મોઈશ્ચરાઈઝર ખૂબ જ જરૂરી છે.
પાણી:
દરરોજ જરૂરી માત્રામાં પાણી પીવો, શરીરને હાઈડ્રેટેડ રાખવું આપણી સિસ્ટમને શુદ્ધ કરવા ઝેર દૂર કરવા પાણી ખૂબ જ જરૂરી છે.
ઉંઘ:
શરીરને સ્વસ્થ રાખવામાં ઉંઘ મહત્વનો ભાગ ભજવે છે. સારી ઉંઘ લેવાથી સ્ટે્રસ હોર્મોન કોર્ટિસોલ દૂર થાય છે માટે રોજે 7-8 કલાકની પુરતી ઉંઘ જરૂરી છે.
આમ શિયાળામાં આટલી ટીપ્સ ફોલો કરશો તો શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.