Tuesday, April 16, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર ૧૪૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૧૪૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૮૩.૩૮ સામે ૪૭૯૯૧.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૭૭૫.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૨.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૦.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૫૪૪.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૪૩.૨૫ સામે ૧૪૩૮૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૦૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૫૫૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ૧૪,એપ્રિલ બુધવારના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર જયંતી નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. ભારતીય શેરબજારમાં ગઇકાલે ટ્રેડિંગની શરૂઆત સોમવારના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો છતાં ગઇકાલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. 

- Advertisement -

વિશ્વના આગેવાન દેશોની સાથોસાથ ભારતમાં પણ કોરોના વાયરસનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્ય સરકારો દ્વારા નાઇટ કરફ્યુ તેમજ આંશિક લોકડાઉન જેવા પગલા ભરાયા છે, પરંતુ આ પ્રકારના પગલાથી પાટે ચઢેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી રૂંધાઈ શકે છે. કોરોનાના કેસોમાં ઝડપી વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દિલ્હી જેવા રાજ્યોએ હેરફેર પર અંકૂશો મૂકયા છે. આંશિક લોકડાઉન સહિતના અન્ય પગલાના કારણે ફરી એકવાર શ્રમિકો સ્થળાંતર કરી રહ્યા છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓની ખેંચ ઉદ્ભવ્યાનું જોવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વેક્સિનના પૂરવઠામાં ખેંચ અને ક્ષતિઓને જોતા હાલનો દર જાળવી રાખવાની ભારતની ક્ષમતા સામે જોખમ સાથે નવા કેસો સાથે રિકવરી પણ ઝડપી રહેશે જેને પરિણામે નવા સક્રિય કેસોની માત્રા મે માસમાં સ્થિર થઈ જવાની ધારણાં છે. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૧ અને વધનારની સંખ્યા ૧૯૩૪ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન સાથે ગત માસમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ બજારની મજબૂતી ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોએ હાલ તુરત જળવાઈ રહેલી તેજીમાં ઉછાળે સતત સાવચેતી બની રહેશે. દેશમાં મહારાષ્ટ્ર સહિતના રાજયો ફરી લાંબા લોકડાઉનની વિચારણા કરી રહ્યા હોઈ અને ગુજરાત સહિતના અન્ય રાજયોમાં વણસતી પરિસ્થિતિને લઈ ફરી લાંબા લોકડાઉનની બતાવાતી શકયતા વચ્ચે જો આ લોકડાઉન લાગુ થશે તો આગામી દિવસોમાં બજારમાં મોટા ઘટાડા સાથે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીની પૂરી શકયતા રહેશે. આ સાથે ૧૪,એપ્રિલ ૨૦૨૧ના ફુગાવાના જાહેર થનારા હોલસેલ આંક પર નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ તેમજ યુ.એસ. બોન્ડ યીલ્ડ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૬૧૬ પોઈન્ટ ૧૪૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૬૭૬ પોઈન્ટ થી ૩૧૪૭૪ પોઈન્ટ, ૩૧૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૪૦૪ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૨ થી રૂ.૧૪૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૩૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૬૧ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૪૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૨ થી ૧૦૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા મોટર ( ૩૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ વિહિકલ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૨ થી રૂ.૧૨૬૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૧૦૨ ) :- રૂ.૧૧૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૦૦૪ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૦ થી રૂ.૯૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૭ થી રૂ.૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૯૨ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૭૭ થી રૂ.૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular