Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 15,451 મતદારોના નામ કમી, 39,505 નવા ઉમેરાયા

જામનગર જિલ્લામાં 15,451 મતદારોના નામ કમી, 39,505 નવા ઉમેરાયા

જામનગર જિલ્લામાં હાલ 6,11,029 પુરૂષો, 5,79,038 સ્ત્રીઓ તથા 16 અન્ય મળી કુલ 11,90,083 મતદારો નોંધાયેલા : જામનગર જિલ્લામાં મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ

- Advertisement -

જામનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 15451 મતદારોના નામ કમી થયા છે. જ્યારે કુલ 39505 નવા મતદારો ઉમેરાયા છે. જામનગર જિલ્લામાં વસ્તી ગણતરીના આકડા મુજબ જેન્ડર રેશીયો 938નો છે. જ્યારે હાલ જાહેર કરાયેલ મતદાર યાદી મુજબ જેન્ડર રેશીયો 948 છે. તેમજ ઇપી રેશીયો (2012ની સ્થિતિએ વસ્તી ગણતરીના અનુમાનીત આકડાની સાપેક્ષમાં નોંધાયેલા મતદારોનું પ્રમાણ) 68.56 ટકા છે.
ભારતના ચૂંટણી પંચ ન્યુદિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા આવેલ સૂચના મુજબ તા. 1-1-2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો હતો. જે અંતર્ગત લાયકાત ધરાવનાર નાગરિકો પાસેથી તા. 1-11-2021થી તા. 5-12-2021 સુધી ઓનલાઇન તથા ઓફ લાઇન માધ્યમથી ફોર્મ મેળવી મતદાર યાદી સુધારણાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ માટે જામનગર જિલ્લાના મતદાર યાદી ઓબર્ઝવર નલિન ઉપાધ્યાય તથા જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 77534 ફોર્મ મેળવવામાં આવ્યા હતાં. જેમાં 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં 2480 મતદારો કમી થયા. જ્યારે 6105 નવા મતદારો ઉમેરાયા. 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં 2420 મતદારો કમી થયા અને 8436 નવા મતદારો ઉમેરાયા. 78-જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તારમાં 2853 મતદારો કમી થયા અને નવા 10230 ઉમેરાયા. 79-જામનગર (દક્ષિણ) વિધાનસભા મત વિસ્તારમાં 4013 મતદારોના નામ કમી થયા જ્યારે 7320 નવા ઉમેરાયા. 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં 3685 કમી થયા અને 7414 નવા ઉમેરાયા.

હાલ જામનગર જિલ્લામાં કુલ 11,90,083 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 6,11,029 પુરુષો, 5,79,038 સ્ત્રીઓ તથા 16 અન્યનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં વસ્તી ગણતરીના આકડા મુજબ સ્ત્રી-પુરુષ જાતિ પ્રમાણ 938 છે. જ્યારે હાલ જાહેર કરાયેલ મતદાર યાદી મુજબ સ્ત્રી-પુરુષ જાતિ પ્રમાણે 948 છે. તેમજ ઇપી રેશિયો (2022ની સ્થિતિએ વસ્તી ગણતરીના અનુમાનિત આકડાની સાપેક્ષમાં નોંધાયેલા મતદારોનું પ્રમાણ) 68.56 ટકા છે.

- Advertisement -

હાલ જિલલામાં યુવા મતદારો એટલે કે, 18-19 વયજૂથના નોંધાયેલ મતદારોની કુલ સંખ્યા 26,130 છે. જામનગર જિલ્લામાં તા. 5-1-22 નવી પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. નવી પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી https://ceo.gujarat.gov.in વેબસાઇટ પર પણ જોઇ શકાશે.

હાલ મતદારયાદીમાં નવુ નામ નોંધાવવા કમી કરવા કે સુધારા કરવા આ માટે ઓનલાઇન https://www.nvsp.in/, https://voterportal.eci.gov.in અથવા Voter Helpline Application (Anroid/iOS) દ્વારા તમામ ઓનલાઇન અરજી કરી શકાય છે.

- Advertisement -

matdar yadi

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular