Tuesday, May 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં લૂંટ સાથે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો - VIDEO

જામનગરમાં લૂંટ સાથે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો – VIDEO

એલ.સી.બી.એ આરોપીને ઝડપી પાડ્યો

જામનગર શહેરમાં બનેલા લૂંટ સાથેના હત્યાના ગંભીર બનાવનો ભેદ ઉકેલીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

- Advertisement -

ગત તા. 04/05/2026ના રોજ સુભાષ બ્રિજ પાસે રંગમતી નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ અંગે અસગર ઇસમાઇલ કેર (રહે. બેડી, હોળી ફળી, જામનગર) દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂનભાઇ કેરની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ ગંભીર ગુનાને ઝડપથી ઉકેલવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન બનાવ સ્થળની ઝીણવટભરી તપાસ, આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, ટેકનિકલ સેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી.

- Advertisement -

બાતમીના આધારે LCB સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને રૂષિરાજસિંહ વાળા દ્વારા આરોપી મહેબુબ મહમદહુસેન સચડાને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક ઇસ્માઇલ હારૂનભાઇ કેર મચ્છીનો ધંધો કરતા હોવાથી તેઓ પાસે રોકડ રકમ રહેતી હતી. આ વાતની જાણ હોવાને કારણે આરોપીએ તેમને રંગમતી નદીના પુલ નીચે બોલાવી, દોરી વડે ગળું દબાવી અને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને પાણીમાં ફેંકી રોકડ રકમ લૂંટી ફરાર થયો હતો.

આ બનાવ અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે (ગુ.ર. નં. 11202008260863/2026) તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 103(1), 309(2), 309(6), 311 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, અરજણભાઇ કોડીયાતર, મયુદ્દીનભાઇ સૈયદ, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, ભારતીબેન ડાંગર સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. વધુ તપાસ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular