જામનગર શહેરમાં વરસાદી પાણીની કેનાલો ચોખ્ખી કરવા તથા કેનાલ ઉપરના દબાણો દૂર હટાવવા મહાનગરપાલિકા દ્વારા આજે કેનાલ ઉપર ખડકી દેવાયેલા બે મકાનો અને એક ઢોરવાડો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે બહુ જ ઓછો વરસાદ અષાઢી બીજ સુધી વરસ્યો છે. સરેરાશ વરસાદ કરતાં ઘણો ઓછો અને નહીંવત્ કહી શકાય તેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લાના અમુક તાલુકા મથકોએ વાવણીલાયક કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. જામનગર શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલોમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય અને આ કેનાલ ઉપર ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાની સૂચનાથી એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારે જામનગરના સ્મશાન પાસે આવેલી વરસાદી કેનાલ ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદેસર બે કાચા-પાકા મકાનો અને એક ઢોરવાડો દૂર કરવા માટે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


