જામનગર શહેરમાં ચાલતા વિકાસના કાર્યોની મહાનગર પાલિકાના કમિશ્નર દિનેશ મોદી દ્વારા સ્થળ મુલાકાત લઈને કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના રણમલ લેક ડેવલોમેન્ટ -2 પ્રોજકેટના ચાલતા કામની સમીક્ષા કરી જરૂરી સુચન અને ઝડપી કામગીરી કરવા સ્થળ પર સુચનો કર્યા હતા. સાથે મુખ્ય તળાવ અને પાછળા તળાવને જોડાતા માર્ગને એક સપ્તાહમાં ખુલ્લા મુકવા સુચન કર્યુ હતુ. જુની આરટીઓ કચેરીને તોડી ત્યાં રસ્તા બનાવશે. વરસાદ પહેલા તળાવને ફરતે જરૂરી કામગીરી ઝડપી કરવા આદેશ આપ્યા હતા.

જામનગર શહેરને મળશે આવતા વર્ષે નવુ નવરાણુ મળશે. અંદાજે રૂ. 30 કરોડના ખર્ચે રણમલ લેક ડેવલોમેન્ટ -2 તૈયાર થઈ રહ્યો છે. જેની કામગીરી પ્રગતિમાં છે. ચાલતા તમામ કામગીરી સ્થળ મુલાકાત મહાનગર પાલિકાના કમિશ્નર દિનેશ મોદી, સીટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગના રાજીવ જાની સહીતના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરક્ષણ કરી ચાલતા કામગીરી અંગે સમીક્ષા કરી હતી. ચાલતા કામ અંગે સ્થળ પર જરૂરી સુચનો આપી ચોમાસા પહેલા તળાવની ફરતે જરૂરી કામગીરી પુર્ણ કરવા આદેશ આપ્યા હતા. સાથે જુની આરટીઓ કચેરી, સહીતના સરકારી ઈમારતો તોડી ત્યાંથી પ્લાન મુજબ કામગીરી કરવા સુચન કર્યુ હતુ.
જામનગરમાં રાજાશાહી વખતનું ઐતિહાસિક તળાવ આવેલું છે અને આ તળાવ એ જામનગરના રત્ન સમાન છે. હવે આ રણમલ તળાવ ભાગ- 2 હવે પર્યાવરણીય થીમ ઉપર વિકસાવવાનો પ્રોજેકટ જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. રણમલ તળાવ ભાગ – 2 નો વિસ્તાર 29 હેક્ટર છે. ભાગ – 3 નો વિસ્તાર 3 હેક્ટર છે. આ બંને ભાગની પાણીની ઉડાઈને ધ્યાને લેતા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા કુલ 139.93 કરોડ લિટર થાય છે. પર્યાવરણના તમામ પાસાઓને આવરી લઈ અને પક્ષીઓના કાયમી વસવાટ, જળચર જીવોના વસવાટ વિગેરે તમામ બાબતોને ધ્યાને લઈ જામનગર શહેરમાં તમામ નગરજનોને એક ઉતમ પ્રકારની સુવિધા મળી રહે તે હેતુથી આ પ્રોજેકટનુ આયોજન કરવામાં આવ્યુ છે.
બર્ડ વોટ ટાવર:
જામનગરવાસી ઊપરાંત પ્રવાસીઓને નવું નજરાણું મળે તે માટે રણમલ તળાવના ભાગ 2 માં બર્ડ વોચ ટાવર બનાવવામાં આવશે અને આ વોચ ટાવર પરથી દૂરબીન અને ટેલિસ્કોપની મદદ વડે ખીજડીયા પક્ષી અભ્યારણની માફક પ્લેટફોર્મ્સ બનાવી નજીકના પક્ષીઓ જોય શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
15 હજાર વક્ષોનો ઉછેર થશે:
અંદાજે 15 હજાર જેટલા વૃક્ષો વાવીએ હરિયાળી ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.રણમલ તળાવને ફરતે હજારો વૃક્ષોને વાવીને તેના ઉછેર કરવામાં આવશે. પર્યાવરણ અને પક્ષી માટે જે ખુબ જ ઉપયોગી બનશે.
સાયકલ ટ્રેક:
રણમલ તળાવના ભાગ-2 માં સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. અન્ય મહાનગરોની જેમ અહીં શહેરીજનોને ભાડાની સાયકલ મળશે અને તેમાં સાયકલ ટ્રેકની ચારે તરફ પ્લાન્ટર્સ અને બેસવાની જગ્યા પણ ઊભી કરવામાં આવશે. ઉપરાંત જોગિંગ ટ્રેક અને રનીંગ ટ્રેક તેમજ ફૂડ ઝોન વગેરેની સુવિધા ઉભી કરવામાં આવશે. ભાગ-1 જોગિંગ ટ્રેક તૈયાર કરાયો છે. તો ભાગ-2 સાયકલીંગ કરવા માટે ખાસ ટ્રેક અને તેને લગતી વ્યવસ્થાઓ ઉભી કરાશે.
ગેમ્સ ઝોન:
આ ઉપરાંત બાળકો માટે ખાસ ઇન્દોર તથા આઉટડોર રમતોનો પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉલ્લેખની એ છે કે, તળાવની મધ્યમાં આવેલો એક ટેકરો છે, જ્યાં યાયાવર પક્ષીઓને આકર્ષવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ ટેકરો પક્ષીઓના વસવાટ રૂપે મદદ થશે.
મહાનગર પાલિકા દ્વારા અંદાજે 30 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજકેટનુ કામ છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. માર્ચ 2026માં પુર્ણ થવાની મુદત છે. પરંતુ મહાનગર પાલિકાની પ્રલાણી મુજબ ત્રણ માસની મુદત વધી પણ શકે છે. મહત્વનું છે કે 24 મહિનાના સમયગાળા દરમિયાન આ તમામ કામગીરી પૂર્ણ કરી અને શહેરીજનોને સુવિધામાં વધારો કરવામાં આવશે. પ્રોજકેટ આયોજન મુજબ નિયત સમયે પુણ થાય તો સમયની સાથે ખર્ચ પણ ના વધે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે..
રણમલ લેક ડેવલોપમેન્ટ-2માં વિવિધ સુવિધાઓ ઉભી કરવાનુ આયોજનમાં છે. જેમાં હયાત રીટેઈનિંગ વોલ પર પગપાળા બ્રિજ ડેક, બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર રમતગમતની જગ્યાઓ, બેસવા માટે મઢુલીઓ, ખાણીપીણીની અનૌપચારિક જગ્યાઓ સાથે ફૂડ કિઓસ્ક અને લોકોને બેસવા માટે એક નાનું એમ્ફીથિયેટર પણ હશેકેન્જેન વોટર એટીએમ ., સાથે જરૂરી શૌચાલયની સુવિધા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ રહેશે. તેમાં સોલાર લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, કચરાપેટી, કમ્પાઉન્ડ વોલ, લેકફ્રન્ટ રેલિંગ અને બેન્ચનો સમાવેશ થશે. તળાવની ફરતે ઢાળ પર પથ્થરથી ગૂંથયેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પાળાનું નિર્માણ થશે.
તળાવની સુંદરતા વધારવા માટે હર્બલ, એરોમેટિક અને બટરફ્લાય ગાર્ડન્સના સોફ્ટ લેન્ડસ્કેપ પેચ રણમલ તળાવના કાયાકલ્પ પ્રોજેક્ટમાં અનેરો ભાગ ભજવશે, જે કાયમી એટલે કે સવાર થી સાંજ સુધી ઉપયોગ માં લઈ શકે તેવી સતત લોકોની અવરજવરથી સજ્જ એક ગતિશીલ શહેરી જગ્યા બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આ બગીચા કુદરતી સૌંદર્ય, શૈક્ષણિક મૂલ્ય અને સુખાકારીના લાભોનું અનોખું મિશ્રણ પ્રદાન કરશે, જે તેને એક લોકભોગ્ય સંપત્તિ બનાવશે.
એરોમેટિક ગાર્ડન માં પરિજાત, નાગલિંગમ જેવા ઝાડ તથા રોઝમેરી, ગેરનીયમ, લેમન ગ્રાસ, સાલ્વિયા જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
બટરફ્લાય ગાર્ડન માં આસોપાલવ, કદંબ, સુલતાન ચંપા, સદાદ, બહેડા વગેરે ઝાડ તથા સાહુડી ફૂલ, અર્કા, કંથર, ચંગરે, માલતી, કરેણ, સપ્સન જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
હર્બલ ગાર્ડન માં તુલસી, અશ્વગંદાં, એલોવીર, સર્પગંધા, મીઠી તુલસી, તિલક તુલસી, ફૂદીનો, વાસા જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે. ફૂલોના બગીચા માં જાસ્મીન, સેવંતી, મેરીગોલ્ડ, ગુલાબ, બોગનવેલ, રુમિની, ડેઝી, પ્રિવિનકલ વગેરે જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે. તળાવની મધ્યમાં એક ટેકરો છે જે યાયાવર પક્ષીઓની મોટી વસાહતોને મદદરૂપ બનશે, જે જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમના પ્રમાણમાં નોંધપાત્ર યોગદાન આપશે.
પક્ષીની ખાદ્ય સાંકળ માટે લીલો પટ્ટો ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે, જેનો અહી સમાવેશ કર્યો છે. ઉદ્યાનો અથવા સામુદાયિક કેન્દ્રોમાં યોગ અને ધ્યાનની જગ્યાઓ વ્યક્તિઓને માઇન્ડફુલનેસનો અભ્યાસ કરવા અને તેમની સુખાકારી વધારવા માટે શાંત વાતાવરણ પ્રદાન કરશે. તળાવ ફરતે લોકો માટે વાહન વ્યવહારની સુચારું વ્યવસ્થા અને સુગમતા માટે તળાવ 1 અને 2 વચ્ચે ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા બીજા રોડની લેનનું નિર્માણ તથા જૂની છઝઘ ઓફિસ પાસેથી સાત રસ્તાને જોડતા ટુ લેન રોડનું નિર્માણ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાયું છે. મુલાકાતીઓને વિવિધ સુવિધાઓની ઍક્સેસ હશે, જેમાં પ્રવેશ પ્લાઝા સાથેના ચાર પ્રવેશદ્વાર અને પાર્કિંગની સુવિધા, ભાડાની સાઇકલ, વોકિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ચોતરફ ફરતે પ્લાન્ટર્સ અને સાથે બેસવાની જગ્યાઓનો સમાવેશ થાય છે.