Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરલોકસભા વિસ્તારના લોકો સાથે સંવાદ-મુલાકાત કરશે સાંસદ પૂનમબેન માડમ

લોકસભા વિસ્તારના લોકો સાથે સંવાદ-મુલાકાત કરશે સાંસદ પૂનમબેન માડમ

જિલ્લા રાજ્યની બેઠકમાં સાંસદ જનસંપર્ક અભિયાનને આખરી ઓપ આપશે

- Advertisement -

જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના અઘ્યક્ષસ્થાને – સાંસદ પૂનમબેનની ઉપસ્થિતિમાં જિલ્લા બેઠકમાં સાંસદ જનસંપક અભિયાનને આખરી ઓપ અપાયો લોકો સાથે સતત જોડાયેલા રહેવું એ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે. સંગઠન અને ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ હંમેશા લોકોની વચ્ચે રહી તેઓની મુશ્કેલી જાણી, સતત જનસેવામાં રત રહે છે. નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે 12-જામનગર લોકસભા વિસ્તારમાં સાંસદ જનસંપર્ક અભિયાનના માધ્યમથી સાંસદ પૂનમબેન માડમ અને સંગઠનના તમામ લોકો સમગ્ર લોકસભા વિસ્તારને તા. 15 મે થી 15 જૂન દરમ્યાન આવરી લઈ વિશિષ્ટ જનસંપર્ક કરશે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે આ કાર્યકમના આયોજન માટે એક બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આ બેઠકમાં જિલ્લા હોદેદારો, જિલ્લા પંચાયત ચૂંટણી લડેલ ઉમેદવારો, જિલ્લા પંચાયત સીટના ઈન્ચાર્જો, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ મહામંત્રી સહેત સહકારી સંસ્થાના આગેવાનો સહિત અપેક્ષીતો ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ અધ્યક્ષીય ઉદબોધનમાં સાંસદ જનસંપર્ક અભિયાન વિશે જિલ્લા પંચાયત સીટ વાઈઝ આયોજનને આખરી ઓપ આપેલ તેમજ તેમજ શહેરી મંડલોમાં તીરંગા યાત્રા સહિત કાર્યક્રમો લોકોને ઉડીને આંખે વળગે તે રીતે સફળતા અપાવવાની જવાબદારી દરેક કાર્યકર પોતાની ફરજ સમજી લે તે માટે અપીલ કરી હતી. ઉપરાંત તાજેતરમાં કાર્યરત સંગઠનના કાર્યા બુથ સશકિતકરણ અભિયાન અને સોશ્યલ મીડીયા ;ાઈવ અંગે પદાધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમે આ અભિયાનનું મહત્વ સમજાવી, સંગઠનના તમામ લોકોને પોતાની સાથે જોડાવા આહવાહન કર્યું અને જનસંપકના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચડવા તથા યોજનાના લાભાર્થીઓના આર્શીવાદ લેવા જણાવ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ આ બેઠકમાં વંદે માતરમનું ગાન સુધાબેન વીરડીયા અને હર્ષાબેન રાજગોરે કર્યું હતું. બેઠકનું સંચાલન પૂર્વ મહામંત્રી ડો. વિનોદ ભંડેરીએ તથા આભારવિધિ દેવભૂમિ દ્વારકા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે કરી હતી. તેમ જિલ્લા ભાજપ મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular