
જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન છે. સાથે દિવસે-દિવસે શ્વાન કરડવાની બનાવ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 11000 હજાર કરતા વધુ લોકોને શ્વાન દ્વારા બટકું ભર્યા હોય તેવા કેસો નોંધાયા છે. હાલ ચાલુ વર્ષે દોઢ માસમાં 1400 લોકો શ્વાનના શિકાર બન્યા છે.
જામનગરમાં લોકો શ્વાનથી પરેશાન છે. દૈનિક 25 થી 30 લોકોને શ્વાન કરડવાના બનાવ બને છે. અને મહિને સરેરાશ 700થી વધારે બનાવો બને છે. જામનગર શહેરમાં દરેક મુખ્ય માર્ગે, શેરી-ગલ્લી કે ચોક, સોસાયટીમાં વૃધ્ધો, બાળકોને નિકળવી મુશકેલ બને છે. ખાસ કરીને રાત્રે મોટર સાયકલ, સ્કૂટર, સાયકલ લઈને પસાર થતા વાહન ચાલકો પાછળ શ્વાન દોડતા જોવા મળે છે. ઘરની બહાર નિકળવુ કે અન્ય જગ્યાએ જવુ હોય તો શ્વાનના આંતકથી લોકોમાં ડર ફેલાયો છે.જેના ઉકેલ માટે તંત્ર દ્રારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લોકો પોતાના વિસ્તારમાં બહાર નીકળતા ડરે છે. બાળકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ત્યારે તંત્ર તરફથી વહેલામાં વહેલી તકે ખસીકરણની કામગીરી અન્ય મહાનગરોની જેમ શરુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જામનગરની જીજી હોસ્પીટલમાં દૈનિક 25થી 30 દર્દીઓ શ્વાન કરડવાના આવતા હોય છે. આવા દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવે છે. શ્વાનની સંખ્યા વધતા શ્વાન કરડવાના બનાવો વધ્યા છે. ગત વર્ષમાં 11 હજારથી લોકોને શ્વાન કરડયા છે.
દિવસેને દિવસે શહેરમાં શ્વાનની સંખ્યા વધતી જાય છે. જામનગરમાં આશરે 25 હજારથી વધુ શ્વાન છે. ગત વર્ષ મહાનગરપાલિકાએ ખસીકરણ કાર્યક્રમ કર્યો હતો. પરંતુ તેમાં પૂરતી કામગીરી થઈ નથી. આથી શહેરની સમસ્યા યથાવત રહેવા પામી છે. ફરી આવ વખતે શ્વાનની રસીકરણ અને ખસીકરણની કામગીરી માટેનુ આયોજન કર્યુ છે. જે માટે અંદાજે 4 કરોડના ખર્ચે બે વર્ષની કામગીરીનો અંદાજ સાથે આયોજન કરવામાં આવ્યુ છે. શહેરમં અંદાજે કુલ 25 હજારથી વધુ શ્વાનને રસીકરણ અને ખસીકરણની કામગીરી મહાનગર પાલિકા દ્રારા કરવામાં આવે છે.
ગત વર્ષ શ્વાન કરડવાના આંકડા