મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના જથ્થામાં આગ ફાટી નીકળતા 10હજાર મણથી વધુ જથ્થો બળીને ખાખ થયો છે. આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમો કામે લાગી. આ વિકરાળ આગનો વિડીઓ સામે આવ્યો છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલ કપાસના જથ્થામાં એકાએક ફાટી નીકળેલી આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું અને પ્લેટફોર્મ ઉપર પડેલ કપાસનો જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો. યાર્ડમાં રાખેલ 10 હજાર મણથી વધુ કપાસનો જથ્થો આ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હોવાનો અંદાજ છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી.