Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોને ગણેશ ઉત્સવ નિમિતે વિવિધ ફરજો સોંપવામાં આવી

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોને ગણેશ ઉત્સવ નિમિતે વિવિધ ફરજો સોંપવામાં આવી

- Advertisement -

જામનગર જિલ્લાના તમામ હોમગાર્ડઝ યુનિટના જવાનોને ચૂંટણી, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન જિલ્લા પોલીસ તંત્રની સાથે સાથે વખતો વખત ફરજ સોંપવામાં આવતી હોય છે. આગામી દિવસોમાં જામનગર જિલ્લામાં ગણપતિ ઉત્સવ અને નવરાત્રી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ યુનિટના જવાનોને વડોદરા અને સુરત ખાતે પણ ફરજ સોંપવામાં આવશે.

- Advertisement -

 

તેથી બંદોબસ્ત માટે અત્રે હોમગાર્ડઝની ઘટ સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળે તેમ છે. ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા અનિયમિત અને સતત ગેરહાજર રહેતા હોમગાર્ડઝ જવાનોને ત્રણ દિવસની અંદર જે- તે યુનિટ ખાતે રૂબરૂમાં પુરાવા સાથે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ આ સમયમાં હાજર ના રહેનાર હોમગાર્ડઝ જવાનોને ફરજમાંંથી બરતરફ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -

 

વિશેષમાં જે કોઈ હોમગાર્ડઝનું નામ આ બંદોબસ્તમાં આવે તો તેમણે ફરજિયાતપણે જે- તે સોંપાયેલી ફરજમાં જવાનું રહેશે. જે કોઈ હોમગાર્ડઝ જવાન ત્યાં જઈ શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં જરૂરી પુરાવાઓ સાથે પોતાના ઓફિસર કમાન્ડીંગને લેખિતમાં અરજી આપવાની રહેશે.

- Advertisement -

 

જે માન્ય રાખવી કે નહીં તેનો નિર્ણય જિલ્લા હોમગાર્ડઝ કચેરી દ્વારા લેવામાં આવશે. તેમજ આ બાબતે જે- તે યુનિટના ઓફિસર કમાન્ડીંગ કે ઈન્ચાર્જની જવાબદારી રહેશે. અન્યથા તેમની સામે પણ શિક્ષાાત્મક પગલાંઓ લેવામાં આવશે. તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ એલ.સરવૈયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular