Monday, April 20, 2026
Homeરાજ્યજામનગરમેઘપર ગામમાં પરપ્રાંતિય યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

મેઘપર ગામમાં પરપ્રાંતિય યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

શનિવારે રાત્રિના સ્નાન કરવા જતાં સમયે ઢળી પડયો : હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમ્યાન મોત : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં પરપ્રાંતિય શ્રમિક યુવાન સ્નાન કરવા બાથરૂમમાં ગયો તે સમયે એકાએક બેશુદ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ પંજાબના અમૃતસર જિલ્લાના લોહગૃહ તાલુકાના લોહરનવાલા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરીકામ કરતો ગુલશનસિંઘ શવિન્દરસિંઘ શીખ (ઉ.વ.31) નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે તેના ઘરે બાથરૂમમાં સ્નાન કરવા ગયો હતો. તે દરમ્યાન એકાએક યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવતા બેશુદ્ધ થઇ ઢળી પડયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણ ચંપોરસિંઘ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમની કાર્યવાહી તથા મૃતકના પરિવારજનોને જાણ કરી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular