જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ સહિત 38 જેટલી પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન 171 કિલો અખાદ્ય સામગ્રી, એક્સપાયરી ડેટવાળા 76 પેકેટસ તથા 53 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરાયો હતો. તેમજ નવ નમૂના લેવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા શહેરીજનોની સુખાકારી માટે હેલ્ધી/હાઇઝિન ફૂડ તથા ફાસ્ટ ફૂડ/રેંકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં વાસી ફૂડ અંગે તપાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોકુલનગર જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ફેઇઝ 2, કામદાર કોલોની, 24-દિગ્વિજય પ્લોટ, ડિફેન્સ કોલોની, ગ્રેઇન માર્કેટ, માધાપર ભુંગા, જોડિયા ભુંગા, ઢીંચડા રોડ, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધી સહિતના વિસ્તારોમાં હોટલ-રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ તથા રેંકડી અને આઇસ ફેકટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 38 પેઢીમાં ચેકિંગ કરતાં 171 કિલો વાસી જથ્થો અનહાઇજેનિક કંડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 76 પેકેટ એક્સપાયરી ડેટવાળા જણાતાં તેનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત 53 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમ્યાન પેઢીઓને સાફસફાઇ અને સ્વચ્છતા જાળવવા હાઇજેનિક કંડિશન જાળવી રાખવા, પનીર, ચીઝ, બટર, એનાલોગ વગેરે જે આપવામાં આવે તેનું ગ્રાહકોને સ્પષ્ટ બિલ આપી તેમાં દર્શાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
View this post on Instagram
શહેરમાં રોગચાળાને લગત બેડી બંદર રોડ, માધાપર ભુંગા, બેડેશ્ર્વર, જોડિયા ભુંગા રોડ વિસ્તારમાં ફેરિયાઓ/આઇસ ફેકટરીમાં ચેકિંગ કરી નવ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી બે પાણીના નમુના ઢીંચડા લેબોરેટરીમાં તપાસઅર્થે તેમજ સાત નમુના વડોદરા લેબોરેટરીમાં તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા. ગુલાબનગરમાં શિવ-1માં નિવાસસ્થાને ગેરકાયદેસર રીતે ડુક્કરનું મારણ કરી અને મટનનું વેચાણ કરતાં ઋજજઅઈંનું કોઇપણ પ્રકારનું લાયસન્સ ન ધરાવતાં મટનનો નમૂનો લેવાની કાર્યવાહી તેમજ શિડયુઅલ-4 મુજબ અને કલમ 31 તથા 32નો ભંગ જણાતા એડ્જ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ શાખાને મળેલ ઓનલાઇન ફરિયાદ અન્વયે હિમતનગર વિસ્તારમાં આવેલ એક પેઢીમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ તપાસ કરતાં રસોડાની હાઇજેનિક કંડીશન મેઇનટેઇન રાખવા, રસોડામાં વ્હાઇટવોશ કરાવવા અને કલરનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી હતી તથા તૈયાર સબ્જી અનહાજેનિક જણાતા 15 કિલોનો નાશ કરવામાં આવ્યો હતો. ફરિયાદ અન્વયે ખરાબ તેલની વાસ અંગે તથા ન્યુસન્સ ન થાય તે બાબતે 30 દિવસમાં યોગ્ય નિકાલ કરવો તેમજ યોગ્ય સાફસફાઇ અને સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક કંડીશન મેઇનટેઇન રાખવા તેમજ ચીઝ, બટર, પનીર જે વાપરવામાં આવે છે તેનું સ્પષ્ટ બોર્ડ મારવું અને ઋજજઅઈંના 12 નિયમોનું બોર્ડ લગાવવા સૂચના અપાઇ હતી.
આ ઉપરાંત ફરિયાદ અન્વયે એક પેઢીમાં ફૂડ શાખા દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મરચું પાઉડર અને ધાણાજીરૂં પાઉડરનું સેમ્પલ લઇ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


