જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તેના ભાગરૂપે પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ અંતર્ગત 36 કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ મતદાન અને મતગણતરી સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સ્પે. કોમ્બિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ અને ‘બી’ ડિવિઝન પીઆઇ એમ. એન. ગઢવી તથા સ્ટાફ દ્વારા બેડેશ્ર્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી. એક્ટ 207 હેઠળ 07 ડીટેઇન કેસ, ટ્રાફિક મેમોના 02 કેસ, પ્રોહિ.ના 02 કેસ, બૂટલેગર રહેણાંક ચેકિંગના 05, જાણીતા જુગારીના 03 ચેક, 05 ટપોરી, એક હિસ્ટ્રીશિટર અને 11 એમ.સી.આર.નું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram


