જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાં બિનવારસુ બંધ પડેલા આવાસ નીચેથી દારૂની બોટલો સાથે એક શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો. જામનગરના કલ્યાણ ચોકમાંથી દારૂની બે બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના અંધાશ્રમ બિનવારસુ બંધ પડેલા આવાસ નીચે દારૂના જથ્થા સાથે એક શખ્સ હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન વિવેક વિજય જોષી નામના શખ્સને ઝડપી લઇ તલાશી લેતા તેમની પાસેથી રૂા. 4800ની કિંમતની ઇંગ્લીશ દારૂની 28 બોટલ મળી આવતાં પોલીસે વિવેકની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજો દરોડો જામનગરમાં કલ્યાણ ચોક નજીક મોરકંડા રોડ પરથી પસાર થતાં રાહુલ વાલજી ધારેવાડિયા નામના મજૂરીકામ કરતાં શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા તેની પાસેથી રૂા. 1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતાં પોલીસે રાહુલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.