જામનગર શહેરના પટેલકોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કીંગમાંથી પોલીસે દારૂના પાઉચ સાથે શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9/2 માં આવેલા આદેશ્ર્વર રેસીડેન્સીના પાર્કીંગમાંથી દારૂનો જથ્થો હોવાની હે.કો. રવીરાજસિંહ જાડેજા અને પો.કો.યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસઆઈ નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ. ગાધે તથા પીએસઆઈ વાય.બી. રાણા, હેકો રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, મુકેશસિંહ રાણા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કિશોર પરમાર, હરદીપ બારડ, દેવેન ત્રિવેદી, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા સહદેવસિંહ ઉર્ફે શકિત મનહરદાન ગઢવી પાસેથી રૂા.40,800 ની કિંમતના 408 નંગ દારૂના પાઉચ મળી આવતા અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો ઝાલા સાથે ભાગીદારીમાં ઉતાર્યો હતો. તેના આધારે પોલીસે ધર્મરાજસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.