Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરહાપા જલારામ મંદિરે મહાઆરતી તથા પ્રસાદનો લાભ લેતાં જલારામ ભક્તો

હાપા જલારામ મંદિરે મહાઆરતી તથા પ્રસાદનો લાભ લેતાં જલારામ ભક્તો

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે સંતશિરોમણી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાપામાં આવેલ જલારામબાપાના મંદિરે ગઇકાલે સાંજના સમયે મહાઆરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાધના કોલોની વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ જલારામ જયંતિની જામનગરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે ઓસમાણ મીરનો લોક ડાયરો તથા ગઇકાલે રવિવારે બપોરે રઘુવંશી જ્ઞાતિનું સમુહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા બાદ રાત્રીના સમયે હાપામાં આવેલ જલારામબાપાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ જલારામ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતાં અને જલારામબાપાની આરતીનો લાભ લઇ જલારામ ભક્તોને પ્રસાદી પણ પિરસી હતી.

હાપા જલારામ મંદિરે આયોજિત મહાઆરતીમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપરાંત મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા ઉપરાંત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કાર્યકરો જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ મોદી, અનિલભાઇ ગોકાણી, રાજેશભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ મારફતિયા, નિલેશભાઇ છત્રાલ, અતુલભાઇ પોપટ, મિતેષભાઇ તન્ના, મધુભાઇ પાબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular