જન્માષ્ટમીના પાવન પર્વ પૂર્વે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકા પહોંચેલા મુખ્યમંત્રી મોહન યાદવે ભગવાન દ્વારકાધીશના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યા હતા.
ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશ અને રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
જન્માષ્ટમીના પવિત્ર પર્વ પૂર્વે દ્વારકાધીશના દર્શનથી મુખ્યમંત્રીની આ ધાર્મિક મુલાકાતનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું
દ્વારકાધીશ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા હતા.
View this post on Instagram
ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પૂર્વે મુખ્યમંત્રીની હાજરીથી ભક્તિમય માહોલ વધુ ગાઢ બન્યો હતો.
દર્શન અને પૂજા-અર્ચના બાદ મુખ્યમંત્રી મોહન યાદવે દ્વારકાધીશ ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.


