Thursday, May 6, 2021
Homeરાજ્યલતીપુર ગામે આજથી ત્રણ દિવસ સુધી લોકડાઉન

લતીપુર ગામે આજથી ત્રણ દિવસ સુધી લોકડાઉન

ગ્રામજનો દ્વારા યોજાયેલી મિટિંગમાં લેવાયો નિર્ણય

- Advertisement -

લતીપુર ગામે કોરોના સંદર્ભે ગામના આગેવાનોની મિટિંગ લતીપુર ગામે મળી હતી. આ મિટિંગમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા જીલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ચભાડીયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દેવાણંદભાઈ જીલરીયા, ગણેશભાઈ મુગરા, રસિકભાઈ ભંડેરી એપીએમસીના માજી ચેરમેન તથા તાલુકા પંચાયત કારોબારી સમિતીના અધ્યક્ષ લવજીભાઈ તરાવિયા લતીપુરના સરપંચ લાલજીભાઈ સંખાવરા, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ આગેવાનોએ હાજરી આપેલ હતી. જીલ્લા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

કોરોના સંક્રમણ ઘટાડવા રણનીતિ નક્કી કરવામા આવી હતી તે મુજબ સોમવારથી બુધવાર 3 દિવસ સુધી ગામ સદંતર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ તાત્કાલિક નિદાન માટે એન્ટીજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિર પર રહેવા જમવાની વ્યવસ્થા કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું.બહારથી કોઇપણ વ્યક્તિ લતીપુર ગામે પ્રવેશી શકશે નહીં બહારથી કોઇ ફેરિયાઓ પણ ગામે પ્રવેશી શકશે નહીં.દવાખાનામા વધારે દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે.

ગામલોકોએ પુરેપુરી સાવચેતી રાખવાની રહેશે કોઇપણ કોરોના સંક્રમિત દર્દી ક્યાંય પણ બહાર ફરતો દેખાય તો તુરંત ્સરપંચને જાણ કરવાની રહેશે.તેમજ 45 ઉપરનાં તમામ બાકી રહેતા નાગરિકોએ રસી મુકાવી લેવાં તેમજ 18 થી 45 વચ્ચે ના તમામ નોંધણી કરાવી રસી ચાલુ થયે મુકાવી લેવાં અને ખોટી અફવાઓથી સાવધાન રહેવું પરંતુ કોરોના ને ભગાડવા ઉભી કરેલી ઝુંબેશ માં દરેક નાગરિક સહકાર આપે તેવી અપીલ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular