Tuesday, June 23, 2026
Homeવિડિઓજામનગરના નવા મોખાણા ગામે દિપડો દેખાતા દહેશત -VIDEO

જામનગરના નવા મોખાણા ગામે દિપડો દેખાતા દહેશત -VIDEO

ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત

જામનગરના નવા મોખાણા ગામે રાત્રીના સમયે દિપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પાંજરૂ મુકી દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના નવા મોખાણા ગામ નજીક વાડી વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે દિપડો જોવા મળ્યો હતો. તાલુકા સદસ્ય કિશોરભાઇ આહિરે આ અંગે ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી જઇ દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. દિપડાના ફુટપ્રિન્ટ સહિતની બાબતોને આધારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ દિપડાની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રીના સમયે એકલા બહાર ન નિકળવા અથવા કોઇ શંકાસ્પદ હિલચાલ જણાય તો જાણ કરવા અપીલ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular