જામનગરમાં મહોર્રમ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત શહેરના વાઘેરવાડામાં 125 વર્ષથી ચાલતી પરંપરા મુજબ હુશૈની ચોકારાનું આયોજન થયું હતું જેમાં મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram

જામનગરમાં મુસ્લિમ વાઘેર જમાત દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 125 વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે.ગત સોમવારે મોડી રાત્રે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
આ પરંપરાગત ‘હુસૈની ચોકારો’ સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા ‘હુસૈની ચોકારા’ નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. જામનગર ની વાઘેર જમાત દ્વારા ‘હુસૈની ચોકારા’ નું આયોજન કરે છે.


