જામનગરમાં મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં યુવકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતાં જી. જી. હોસ્પિટલમાં ખેસડાતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મોરકંડા રોડ ઉપર આવેલી સનસિટી 2, શેરી નંબર 3માં રહેતાં સમીરભાઇ માજિદભાઇ ધુંધા (ઉ.વ. 23) નામના યુવકને ગત્ તા. 12ના રોજ વહેલી સવારના સમયે તેના ઘરે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવાથી તબિયત લથડતાં યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા માજિદભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. પી. ટી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


