Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના બજેટની મહત્વની જાહેરાતો જાણો એક ક્લિકમાં

ગુજરાતના બજેટની મહત્વની જાહેરાતો જાણો એક ક્લિકમાં

- Advertisement -

નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજુ કરી રહ્યા છે. આજે સૌ પ્રથમ વખત ગુજરાતમાં પેપરલેસ બજેટ રજુ કરવામાં આવી રહ્યું છે. નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજુ કર્યું છે. ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે એ માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 

- Advertisement -

ગુજરાતના બજેટની મહત્વની વાતો

સરકારી કચેરી, બોર્ડ, કોર્પોરેશનમાં ભારતીઓ કરવામાં આવશે.

- Advertisement -

આગામી 5 વર્ષ માટે બંધુ કલ્યાણ યોજના-2 જાહેર. જેના માટે રૂ.1લાખ કરોડ રૂપિયાની જોગવાઈ

રૂ.50 હજાર કરોડની સાગરખેડું સર્વાંગી  કલ્યાણ યોજના-2

- Advertisement -

જળ સંપતિ વિભાગ માટે  રૂ.5494 કરોડની જોગવાઈ

કૃષિ વિભાગ માટે રૂ.7232 કરોડની જોગવાઈ

હેરીટેજ સ્કુલ નવીનીકરણ માટે રૂ.25 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે રૂ.32,719 કરોડની જોગવાઈ

3400 શાળાના વિકાસ માટે  રૂ,1207 કરોડ

આગામી 5વર્ષમાં 2 લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે.

45 લાખ બાળકોને  મધ્યાહન ભોજન માટે 1044 કરોડની જોગવાઈ

RTE હેઠળ પ્રવેશ લેનાર બાળકો માટે  રૂ.567 કરોડ

યુવા સ્વાવલંબન યોજનામાં સહાય માટે  રૂ.287 કરોડ

પોલીસ માટે નવા વાહન ખરીદવા 50 કરોડ

શહેરોમાં નવા મકાન બાંધવા માટે  13,493 કરોડની જોગવાઈ

મહેસુલ વિભાગ માટે રૂ.4548 કરોડની જોગવાઈ

જળસંપતી વિભાગ માટે  રૂ.5494 કરોડની જોગવાઈ

કલ્પસર વિભાગ માટે  1501 કરોડની જોગવાઈ

રાજ્યમાં બીજ ઉત્પાદક ખેડૂતોને  ઉત્તેજન આપવા માટે સહાય કરવામાં આવશે

ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે  1500 કરોડની ફાળવણી

ગુજરાતમાં મેટ્રો ટ્રેન માટે 567 કરોડની જોગવાઈ

વર્ષ 2022માં શહેરી વિસ્તારોમાં 55હજાર નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

ગ્રામવિકાસ માટે રૂ.8796 કરોડની જોગવાઈ

બંદરો પર માળખાકીય સુવિધા માટે  રૂ.97 કરોડની જોગવાઈ

શાકભાજી અને ફાળોનું  સીધું વેચાણ થાય તે માટે  વિશેષ યોજના

ભૂગર્ભ ગટર યોજનાના  માનવરહિત સંચાલન માટે  રૂ.50કરોડની જોગવાઈ

ખેડૂતોને હવામાનની માહિતી સમયસર મળી રહે તે માટે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.

ડાંગ જીલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જીલ્લો બનાવવાનો ઉદ્દેશ

ઉર્જા-પેટ્રોકેમિકલ્સ માટે રૂ.13034 કરોડની જોગવાઈ

મધ્ય કદના  ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નવી ઓદ્યોગીક નીતિ હેઠળ 1500 કરોડની ફાળવણી

કૃષિ યુનીવર્સીટી માટે રૂ.698 કરોડની જોગવાઈ

કામધેનું યુનીવર્સીટી માટે  રૂ,137 કરોડની જોગવાઈ

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.6599 કરોડ

નિરાધાર વૃદ્ધ પેન્શન માટે  રૂ.1032 કરોડની જોગવાઈ

વન પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની ફાળવણી

 માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.11185 કરોડની ફાળવણી

108 એમ્બ્યુલન્સની સુવિધા માટે વધુ 150 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગ માટે રૂ.3974 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂ.4353 કરોડની જોગવાઈ.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે રૂપિયા563 કરોડ ની જોગવાઈ

ગાંધીનગરમાં રક્ષાશક્તિ સર્કલ પર નવો બ્રીજ બનાવવામાં આવશે.

800 ડીલક્સ અને  200 સ્લીપર કોચ મળી નવી 1000 બસો ખરીદવામાં આવશે.

7વર્ષથી વધુ સમય સુધી રીસરફેઝ ન કરાયેલા રોડને  ફરી સરફેઝ કરવામાં આવશે.

68 નવા રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular