Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી શક પડતા મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાંથી શક પડતા મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

એલસીબીએ રૂા.1.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : સેન્ટીંગના ચોકા અને ટ્રકની વ્હીલ પ્લેટ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં બકાલા માર્કેટ પાસેથી એલસીબીની ટીમે ત્રણ શખ્સોને સેન્ટીંગના લોખંડના ચોકા અને ટ્રકની વ્હીલપ્લેટ તથા છકડા રીક્ષા સહિત રૂા.1.33 લાખની કિંમતના શક પડતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી બકાલા માર્કેટ પાસેથી ત્રણ શખ્સો રિક્ષામાં પસાર થવાની એલસીબીના હેકો વનરાજ મકવાણા, પો.કો. કિશોર પરમાર, હેકો અશોક સોલંકીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને પસાર થતી જીજે-12-વી-7489 નંબરની છકડા રીક્ષાને આંતરી હતી.

એલસીબીની ટીમે સુલતાન આમદ ભાયા, સબીર જુસબ દલ અને દિનેશ મંગલ માવ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.68000 ની કિંમતના સેન્ટીંગના લોખંડના 170 નંગ ચોકા અને રૂા.15000 ની કિંમતની ટ્રકની ત્રણ વ્હીલપ્લેટ તથા રૂા.50000 ની કિંમતની છકડો રીક્ષા સહિત કુલ રૂા.1.33 લાખનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular