આજના સમયમાં લગ્ન અને પાર્ટીઓમાં ઉજવણીના નામે ફોમ સ્પ્રે ઉડાડવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. પરંતુ ઘણીવાર આ મજાક-મસ્તી એટલી હદે વધી જાય છે કે સામેવાળી વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.
આ વાઇરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર @vivek3780vivek નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં રમૂજી અંદાજમાં લખ્યું છે કે, “તમે લોકોએ એકલી સિંહણને ઘેરી લીધી છે”.વીડિયોમાં જોઈ શકાય છે કે એક લગ્ન સમારંભમાં સ્ટેજ પર દુલ્હન ઉભી છે અને તેની આસપાસ મહેમાનો તથા યુવાનોની ભીડ એકઠી થઈ છે.ઉજવણી દરમિયાન ત્યાં હાજર ઘણા લોકો એકસાથે દુલ્હન પર ફોમ સ્પ્રે છાંટવાનું શરૂ કરી દે છે.સ્પ્રેનો મારો એટલો વધારે હોય છે કે થોડી જ ક્ષણોમાં દુલ્હનના માથાથી લઈને પગ સુધી આખું શરીર અને કપડાં સફેદ ફીણથી ઢંકાઈ જાય છે, અને તેનો ચહેરો પણ દેખાતો બંધ થઈ જાય છે.જે દરમ્યાન દુલ્હન વિફરે પણ છે છતા લોકોએ સ્પ્રેનો મારો ચાલુ જ રાખ્યો હતો.
ઉજવણીના નામે કરવામાં આવતી આવી હરકતો ઘણીવાર વ્યક્તિનો ખાસ દિવસ બગાડી નાખે છે અને સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ મહેમાનોના આવા અતિરેકભર્યા વર્તન પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને મર્યાદામાં રહીને ઉજવણી કરવાની સલાહ આપી રહ્યા છે.
एक अकेली शेरनी को घेर लिया तुम लोगों ने 🤣 https://t.co/MixEiIQSF5
— Vivek Tiwari (@vivek3780vivek) November 25, 2026


