Wednesday, March 26, 2025
Homeરાજ્યજામનગરખોડલધામ ટ્રસ્ટના ચેરમેન જામનગર લેઉવા પટેલ સમાજની મુલાકાતે

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન જામનગર લેઉવા પટેલ સમાજની મુલાકાતે

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નેરશભાઇ પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ રણજીતનગર ખાતે આવેલ લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી.

- Advertisement -

આ તકે જ્ઞાતિના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા નરેશભાઇ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં નરેશભાઇ પટેલે સમાજ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલ એસીહોલ, અતિથિ ગૃહ, ટેરેસ ગાર્ડન તથા મિટિંગ હોલ સહિત ચાલી રહેલ વિકાસ કાર્યોની માહિતી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. નરેશભાઇ પટેલની સાથે પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, ઉપપ્રમુખ અરજણભાઇ સોજીત્રા, મંત્રી અશોકભાઇ પટેલ, એડવોકેટ રમેશભાઇ વેકરીયા, લવજીભાઇ વાદી, કૈલાશભાઇ રામોલીયા, અશોકભાઇ ભંડેરી, દિનેશભાઇ રાબડીયા, ડો. નિકુંજ ચોવટીયા, ડો. સાવલીયા, તરુણભાઇ વિરાણી, કિશોરભાઇ સંઘાણી, વલ્લભભાઇ મુંગરા, દિનેશભાઇ દોંગા, એડવોકેટ મણિલાલ કારસરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular