Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરધંધામાં મંદીના કારણે મકાનની લોનની ચિંતામાં યુવાને જિંદગી ટૂંકાવી

ધંધામાં મંદીના કારણે મકાનની લોનની ચિંતામાં યુવાને જિંદગી ટૂંકાવી

પીપરટોડામાં ખેતરે દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા: પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગરમાં રહેતો તથા દરજી કામ કરતા યુવાને મકાનની લોન કરાવી હતી અને ધંધામાં મંદી હોવાને કારણે ચિંતામાં તેના ખેતરે દોરડા વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપરટોડા ગામનો વતની અને હાલ જામનગરમાં રાજકોટ રોડ પર શિવધારા સોસાયટી 2 માં રહેતો અને દરજી કામ કરતો બિપીનભાઈ રામજીભાઈ વસોયા નામના યુવાને તેના મકાન માટે લોન લીધી હતી પરંતુ ધંધામાં મંદી હોવાના કારણે લોનની ચિંતા રહેતી હોય દરમિયાન મંગળવારે સાંજના સમયે લાલપુર તાલુકાના પીપરટોડા ગામની સીમમાં આવેલા ખેતરે જઈ દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઈ હસમુખભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular