Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાનું ધોરણ-10નું 80 ટકા પરિણામ

દ્વારકા જિલ્લાનું ધોરણ-10નું 80 ટકા પરિણામ

- Advertisement -

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાનું આજરોજ જાહેર થયેલું 82.56 ટકા રિઝલ્ટ ગત વર્ષની સરખામણીમાં આશરે 12 ટકા જેટલું ઊંચું આવ્યું છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રેકોર્ડ રૂપ 80 ટકા સુધીના નોંધપાત્ર પરિણામ સાથે જિલ્લો સમગ્ર રાજ્યમાં 27 મા ક્રમે રહ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ ગત વર્ષે 67.29 ટકાની સાપેક્ષમાં આ વખતે 79.90 ટકા આવ્યું છે. મહત્વની બાબત તો એ છે કે ગત વર્ષે માત્ર એક શાળાનું પરિણામ 100 ટકા આવ્યું હતું. ત્યારે આ વખતે નોંધપાત્ર કહી શકાય એટલી 19 શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં આ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે જિલ્લાની 39 શાળાઓનું પરિણામ 91 થી 99 ટકા વચ્ચે રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાની એક શાળાનું રીઝલ્ટ 0 ટકા આવ્યું છે. જ્યારે અન્ય એક શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે.

જિલ્લાના 137 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 816 વિદ્યાર્થીઓને એ-2, 1237 વિદ્યાર્થીઓને બી-1, 488 વિદ્યાર્થીઓને બી-2, 1161 વિદ્યાર્થીઓને સી-1, 469 વિદ્યાર્થીઓને સી-2 અને 24 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ પ્રાપ્ત થયો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા કેન્દ્રમાં ગત વર્ષ 2023 ના 68.99 ટકા સામે આ વખતે 9.49 ટકાના સુધારા સાથે 78.48 ટકા જેટલું સુંદર પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ભાણવડ કેન્દ્રનું 78.93 ટકા (ગત વર્ષે 64.35 ટકા), દ્વારકાનું 63.65 ટકા (ગત વર્ષે 51.41 ટકા), જામ રાવલનું 88.75 (ગત વર્ષે 63.08 ટકા), મીઠાપુરનું 77.19 (ગત વર્ષે 61.34 ટકા), ભાટિયાનું 83.19 (ગત વર્ષે 72.64 ટકા), કલ્યાણપુરનું 89.75 (ગત વર્ષે 74.03 ટકા) અને નંદાણાનું 93.31 (ગત વર્ષે 77.17 ટકા) આવ્યું છે. આમ, સમગ્ર જિલ્લામાં જુદા જુદા કેન્દ્રનું સરેરાશ 10 થી 26 ટકા સુધીનું પરિણામ ઊંચું આવ્યું છે.

છેલ્લા ચાર વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2020 માં 63.95 ટકા, વર્ષ 2022 માં 64.61 ટકા, વર્ષ 2023 માં 67.29 ટકા અને આ વર્ષે 79.90 ટકા રિઝલ્ટ આવતા છેલ્લા ચાર વર્ષથી રાજ્યના છેવાળાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ ઉતરોતર વધુ સુધરી રહ્યું છે. આમ, ધોરણ 12 ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ બાદ આજરોજ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારો થયો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના પરિણામમાં થયેલા આ નોંધપાત્ર વધારા બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા બાળકો તેમજ તેમના વાલીઓ ઉપરાંત આ માટે તનતોડ મહેનત કરવા બદલ જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો, આચાર્યો, ઇન્ચાર્જ આચાર્ય સાથે તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાના પરિણામલક્ષી પ્રયાસોને શ્રેય આપી, તમામના પ્રયાસો અને જહેમતને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular