Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગરની મોદી સ્કૂલના 68 વિદ્યાર્થીઓએ ધો.10 માં A-1 ગ્રેડ મેળવ્યો - VIDEO

જામનગરની મોદી સ્કૂલના 68 વિદ્યાર્થીઓએ ધો.10 માં A-1 ગ્રેડ મેળવ્યો – VIDEO

મોદી સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું 100% તથા ગુજરાતી માધ્યમનું 99.21% પરિણામ

- Advertisement -

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10 ના પરિણામોમાં જામનગરની મોદી સ્કુલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત મેદાન માર્યુ છે. મોદી સ્કૂલના 68 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે તેમજ શાળાની પટેેલ આસ્થા નિતલભાઈ નામની વિદ્યાર્થીએ 99.91 પીઆર મેળવી સમગ્ર બોર્ડમાં 9મો ક્રમાંક મેળવ્યો છે. તેમજ મોદી સ્કૂલનું ધો.10 નું પરિણામ 99.63% રહ્યું છે.

- Advertisement -

દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધો.10 ના બોર્ડના પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવી છે. છેલ્લાં 13 વર્ષથી જામનગરની જિલ્લામાં ધો.10 ના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખતા મોદી સ્કૂલનું 99.63 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ 2024 ના ધો.10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં જામનગર જિલ્લાનું પરિણામ 82.31% રહ્યું છે. ત્યારે જામનગરની મોદી સ્કુલનું અંગ્રેજી માધ્યમનું 100% તથા ગુજરાતી માધ્યમનું પરિણામ 99.21 ટકા રહ્યું છે. ધો.10 માં મોદી સ્કૂલમાં કુલ 271 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 99.63 % વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ધો.10 માં જામનગર જિલ્લામાં 640 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી એકમાત્ર મોદી સ્કૂલના 68 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી મોદી સ્કૂલ તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

- Advertisement -

મોદી સ્કૂલના કુલ 271 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પીઆર, 95 વિદ્યાર્થીઓએ 95 થી વધુ પીઆર તથા 138 વિદ્યાર્થીઓએ 90 થી વધુ પીઆર મેળવ્યા છે. તેમજ બેઝિક ગણિતમાં છ વિદ્યાર્થીઓ, સંસ્કૃતમાં છ વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ ગણિતમાં 17 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં પાંચ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનમાં એક વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે.

 

- Advertisement -

પટેલ આસ્થા 99.91 પીઆર સાથે બોર્ડમાં નવમા નંબરે

 

જામનગરની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી પટેલ આસ્થા નિતલભાઈએ વર્ષ 2023-24 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષામાં 99.91 પીઆર મેળવી બોર્ડમાં 9મું સ્થાન મેળવ્યું છે અને 97% મેળવ્યા છે. તેની આ સફળતા અંગે તેણીએ જણાવ્યું હતું કે, શાળાના સમય ઉપરાંત દરરોજ સાત થી આઠ કલાકનું વાંચન કર્યુ હતું તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે શાળામાં લેવામાં આવતી વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, ટર્મિનલ એકઝામ, પ્રીલીમ સહિતની પરીક્ષાઓને કારણે બોર્ડની પરીક્ષાના તમામ પેપરો સરળ રહ્યા હતાં. છેલ્લાં દિવસોમાં શાળા દ્વારા સંપૂર્ણ બોર્ડ સ્ટાઈલથી પ્રીબોર્ડ એકઝામનું આયોજન કરી બોર્ડની પરીક્ષા પ્રત્યેનો હાવ હતો તે પણ દુર કર્યો હતો. સાથે શાળાનું નવું સોપાન ઈન્ટીગ્રેટેડ બેચની વિદ્યાર્થીની હતી. જેનો પણ આ પરિણામ માટે ખૂબ જ ઉપયોગ થયો હતો. હાલમાં ધો.11 માં પણ મદદરૂપ થઈ રહ્યું છે. ઈન્ટીગ્રેટેડ બેચમાં ધો.10 ના કોર્ષની સાથે સાથે જેઈઈ, નીટ તથા ગુજકેટ સહિતની પણ તૈયારીઓ કરાવવામાં આવી હતી. જેથી ધો.10 માં વધુ સારું પરિણામ મેળવી શકાયું. તેણે તેની સફળતા બદલ શાળાના ટ્રસ્ટી પારસ મોદી, જીના મોદી, હિત મોદી, પ્રિન્સીપાલ તથા શાળાનો સમગ્ર સ્ટાફ અને શિક્ષકોના માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. અને સફળતાનો શ્રેય માતા-પિતા, ઈશ્વર અને શાળાના શિક્ષકો અને સંચાલકોને આપ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular