Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરબાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ

બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ

ભોગ બનનારને રૂા.4 લાખ વળતર ચૂકવવા હુકમ

- Advertisement -

જામનગરમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની કેદની સજા તથા રૂા. 10 હજારનો દંડ કર્યો છે તેમજ ભોગ બનનાર બાળકને સરકારી યોજના અંતર્ગત રૂા.4 લાખનું વળતર ચૂકવવા પણ પોકસો અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રહેતી એક મહિલાએ તા.19-3-2022 ના રોજ અમદાવાદના ભરત ઉર્ફે પપ્પુ પરમાર (ઉ.વ.23) નામના યુવાન સામે પોતાના છ વર્ષના પુત્રને એકાંતમાં લઇ જઇને તેની સાથે વિકૃત હરકત કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પોકસો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આ કેસ અત્રેની પોકસો અદાલતમાં ચાલી જતાં અદાલતે કેસના મુળ ફરિયાદી તરફેના એડવોકેટ ધરતી એસ ત્રિવેદી અને સરકારી વકીલ જમન કે. ભંડેરી ની રજૂઆતો તેમજ 14 સાહેદો અને ડોકટરના નિવેદન સહિતના મુદ્દા ધ્યાને લઇને બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપી ભરત ઉર્ફે પપ્પુ ને પોકસો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યની કલમો હેઠળ 20 વર્ષની જેલ સજા અને રૂા.10 હજારનો દંડનો હુકમ તેમજ જો આરોપી દંડ ન ભ રે તો તેને વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. કોર્ટે પોતાના હુકમમાં ભોગ બનનાર પિતા વગરના બાળકને સરકારની યોજના મુજબ સરકાર તરફથી રૂા. 4 લાખનું વળતર ચૂકવાય તેવી ભલામણ કરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular