દ્વારકામાં દેવસ્થાન સમિતિની કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં હોળી, ફુલડોરની તૈયારીઓ અંગે ખાસ મીટીંગ યોજાઇ હતી.જે મીટીંગમાં તમામ અધીકારી ઓ સાથે આગામી તહેવાર માં સુવિધાઓ ની સમીક્ષા કરવામા આવી હતી. દ્રારકામાં ફુલડોર ઉત્સવની ઉજવણી માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક મળી.

દ્વારકામાં જન્માષ્ટમી સાથે હોળી ફુલડોર ઉત્સવનું ખાસ મહત્વ છે. લાખો લોકો કાળીયા ઠાકોરના સંગ હોળી રમવા ઉત્સુક હોય છે. ત્યારે આગામી હોળી અને ફૂલડોર ઉત્સવની ઉજવણી દ્વારકા જગતમંદિરમાં કરવાની હોય અને દર વર્ષ જેમ આ વર્ષ પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાડામાર તૈયારીનાં ભાગ રૂપે પ્રથમ મીટીંગ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને દ્વારકા સર્કિટ હાઉસમાં યોજવામાં આવી હતી. જેમાં તમામ વિભાગના અધિકારીઓ, પૂજારીઓ, નગરપાલિકા, અધિકારીઓ, કર્મચારીઓ હાજરીમાં આ મીટીંગ યોજાઇ હતી. જેમાં દ્વારકા આવતા લાખો પદયાત્રીઓ માટેની સેવાઓ, દર્શન માટે યોગ્ય વ્યવસ્થા અને પોલીસ સુરક્ષા, ચા પાણી, નાસ્તો, જમવાનું તથા સેવાકીય કેમ્પો, પદયાત્રીઓ માટેની પાણી આરોગ્ય અને સુરક્ષા જેવી તમામ સેવાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ અંગે તમામ વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી ઉલેખનીય છે કે ફૂલડોર ઉત્સવ ઉજવવા લાખો પદયાત્રીઓ દ્વારકા આવશે અને તમામને સારી રીતે દર્શન થાય તે માટે જીલ્લા વહીવટી તંત્રએ દ્વારકા દેવસ્થાન કચેરી સહિત ખાનગી સંસ્થાઓએ કમર કસી તૈયારીઓ આરંભી છે. મોબાઇલ ચાર્જીંગથી લઇને મેડીકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગતમંદિર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે દ્વારકામાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર આર.એમ. તન્નાએ આગામી હોળીના તહેવાર ઊજવાતા ફૂલડોલ ઉત્સવ લઈને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી. ટી.વી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, પોલીસ વડા નિતેશ પાંડેય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર એમ.બી. દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, હોટેલ એસોસિએશનના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા