Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારમુળ પોરબંદરના વતની એવા સેવાભાવી તબીબ દ્વારા વતનમાં યોજાશે સેવાયજ્ઞ

મુળ પોરબંદરના વતની એવા સેવાભાવી તબીબ દ્વારા વતનમાં યોજાશે સેવાયજ્ઞ

આગામી રવિવારે ડો. નીતીન લાલ દ્વારા ગર્ભાશયની કોથળી કઢાવવાના ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે

- Advertisement -
 મુળ પોરબંદરના જાણીતા સેવાભાવી તબીબ દંપતિ ડો. નીતીન લાલ અને ડો. રીના લાલ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી છે. આમ છતાં તેમની વતન પ્રત્યેની લાગણીને લીધે તેઓ અવારનવાર પોરબંદરમાં સેવાકાર્યોનું આયોજન કરે છે. આ ઉપક્રમમાં આગામી રવિવારે તેઓ ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપશે. ઓપરેશન માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેકઅપ કરવુ અનિવાર્ય છે.
   પોરબંદરમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ સ્માર્ટ આઈ.સી.યુ. આશા ક્રિટીકલ કેર યુનિટનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ખાતે આગામી રવીવાર 14 એપ્રિલના ગર્ભાશયની કોથળી કાઢી આપવાનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. પોરબંદરમાં વર્ષો સુધી ગાયનેક તબીબ તરીકે સારી એવી કામગીરી કરનારા અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ ખાતે સ્થાયી થયેલા ડો. નીતીન લાલ તથા ડો. રીના લાલ તરફથી પોરબંદર પ્રત્યેના વતનપ્રેમ અને લાગણીને સિધ્ધ કરવા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપશે.
      ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન કે જે લેપ્રોસ્કોપિક પધ્ધતિથી કરી આપવામાં આવશે. તે એટલા માટે જરૂરી છે કે, જુદા-જુદા પ્રકારની ગર્ભાશયની બીમારી ઉપરાંત ગર્ભાશયના કેન્સર, ગાંઠ, સોજા જેવી પરિસ્થિતિમાં અથવા અન્ય કોઈ કારણોસર સ્ત્રીઓ ગર્ભાશયની કોથળી કઢાવે છે. ક્યારેક પ્રૌઢાવસ્થામાં વધુ પડતા માસીકસ્ત્રાવની તકલીફ થતી હોય ત્યારે કોથળી કઢાવવામાં આવતી હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ પર ડૂંટીની નીચે ચાર છિદ્ર પાડીને દુરબીન અંદર દાખલ કરવામાં આવે છે અને ખુબ જ સરળતાથી આ ઓપરેશન કરવામાં આવે છે. તેથી દુઃખાવારહીત એવા આ ઓપરેશનનો ખર્ચ હજારો રૂપિયામાં થતો હોય છે.
        પરંતુ ડો. નીતીનભાઈ તરફથી પોરબંદરમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપવામાં આવશે. સ્વાભાવિક રીતે જ એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં આવા ઓપરેશન થઇ શકે છે અને તેના માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેક-અપ કરવું અનિવાર્ય છે. આ ચેકઅપ આશા હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર આશિષ કુછડીયા કરી આપશે.
        ઓપરેશન કરાવવા ઇચ્છતા દર્દીઓએ તેમના નામ મોબાઇલ નં. 95373 40100 ઉપર નોંધાવી દેવા એક યાદીમાં જણાવાયું છે.
– નિઃશુલ્ક કેમ્પના સેવાયજ્ઞમાં સૌનો મળ્યો સહકાર –
     પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે રવિવારે યોજાનાર નિઃશુલ્ક લેપ્રોસ્કોપિક ઓપરેશનમાં ડો. નીતીન લાલ સંપૂર્ણપણે નિઃશુલ્ક પોતાની સેવા આપશે. તેની સાથોસાથ ડો. કમલ મહેતા એનેસ્થેટીક ડોકટર તરીકે નિઃશુલ્ક સેવા આપશે અને એનેસ્થેસીયાનો પણ કોઈ ચાર્જ લેવાશે નહીં. તે ઉપરાંત દવા સહીતનો અન્ય ખર્ચ થશે તે પણ અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટના કેતન ભરાણીયાની ટીમ ભોગવશે. જેથી નિઃશુલ્ક કેમ્પના આ સેવાયજ્ઞમાં સૌનો સહકાર મળ્યો હોવાથી જરૂરીયાતમંદ મહીલાઓને લાભ લેવા વધુમાં જણાવાયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular