Tuesday, May 5, 2026
Homeરાજ્યહાલારટોડા નજીક કાર પલ્ટી જતાં જૂનાગઢના યુવકનું મોત

ટોડા નજીક કાર પલ્ટી જતાં જૂનાગઢના યુવકનું મોત

કાલાવડ-જૂનાગઢ-ધોરાજી માર્ગ પર અકસ્માત : જોખમી ગાડી ચલાવતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવ્યો : બાજુમાં બેસેલા યુવકનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ : પોલીસ દ્વારા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

કાલાવડ-જૂનાગઢ રોડ ઉપર ટોડા ગામ નજીક બપોરના સમયે પસાર થતી કારના ચાલકે બેફિકરાઇથી અને પુરપાટ ચલાવતા કાર રોડની સાઇડમાં પલ્ટી ખાઇ જતાં બાજુમાં બેસેલા યુવકનું શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રાણપુર (સોરઠ)માં રહેતો અસલમભાઇ અબ્દુલભાઇ સોલંકી નામનો યુવાન તેની જીજે11 વીવી 6670 નંબરની મારૂતિ કંપનીની કારમાં સોહિલ જાહિદ ગોરી નામના યુવાન સાથે જૂનાગઢ-કાલાવડ ધોરીમાર્ગ પરથી પસાર થતા હતા ત્યારે અસલમે તેની કાર બેફિકરાઇથી જોખમી રીતે ચલાવતા કાલાવડ તાલુકાના ટોડા ગામ નજીક પહોંચ્યા તે સમયે કાર સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં કાર રોડ પરથી ઉતરીને નીચે પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોહિલ જાહિદ ગોરી (ઉ.વ. 23) નામના યુવકને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ચાલક અસલમને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. ત્યારબાદ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં સોહિલ ગોરીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા જાહિદભાઇ ગોરી દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ કારચાલક અસલમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular