જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે શાકમાર્કેટ, દરબારગઢ સહિતના વિસ્તારોમાંથી રેંકડી, કેબિનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. એસ્ટેટ શાખા દ્વારા આ વિસ્તારોમાંથી રેંકડી કેબિનો સહિતના સાધનો સામાન જપ્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હત.
જામનગર શહેરના બર્ધનચોક, દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં રેંકડી-પથ્થારાવાળાઓના દબાણોને કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા સર્જાતી રહે છે. અવાર-નવાર અહીં આવા દબાણો હટાવવામાં આવે છે. પરંતુ, ફરી પરિસ્થિતિ જેમને તેમ જ થઈ જતી હોય છે. મંગળવારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર, જામનગર જિલ્લા પોલીસવડા અને સ્ટાફ સહિતના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે સવારી જ ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બપોરબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢ સર્કલ તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં ઘોસ બોલાવી હતી અને ટ્રાફિકને અડચણરૂપ રેંકડીઓ, કેબિનો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ઓટલા પણ તોડવામાં આવ્યા હતાં અને દરબારગઢ સર્કલમાંથી દબાણો દૂર કરી દરબારગઢ સર્કલને જોવાલાયક બનાવ્યું હતું. આ ઉ5રાંત શાકમાર્કેટ પાસેથી ણ ેંકડીઓ જપ્ત કરવામાં આવતા માર્ગ ખુલ્લો થયો હતો.