Friday, February 14, 2025
Homeસ્પોર્ટ્સIND vs ENG 1st T20I: અર્શદીપ-વરૂણની જાદુઈ બોલિંગ અને અભિષેક શર્માની આક્રમક...

IND vs ENG 1st T20I: અર્શદીપ-વરૂણની જાદુઈ બોલિંગ અને અભિષેક શર્માની આક્રમક બેટિંગથી ભારતની શાનદાર જીત

- Advertisement -

ભારતીય ટીમ હાલમાં પોતાના ઘરઆંગણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 શ્રેણી રમી રહી છે. આ શ્રેણીનો પહેલો મુકાબલો કોલકાતા સ્થિત ઇડન ગાર્ડન્સમાં રમાયો, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન સાથે જીત નોંધાવી. ઇડન ગાર્ડન્સમાં ભારતે અત્યાર સુધ 9 ટી20 મેચો રમ્યાં છે, જેમાં માત્ર એકમાં પરાજય નોંધી છે અને એક મુકાબલો અનિર્ધારિત રહ્યો હતો.

- Advertisement -

ભારતની શાનદાર શરૂઆત, શ્રેણીમાં 1-0ની લીડ

કપ્તાન તરીકે સુર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટથી જીતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 133 રનની ટાર્ગેટ આપી હતી, જેને ભારતીય ટીમે ફક્ત 12.5 ઓવરમાં જ સરળતાથી ચેઝ કરી લીધો. આ જીતના હીરો હતા અભિષક શર્મા, અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તી.

અભિષેક શર્માની શાનદાર બેટિંગ

ટારગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત તોફાની રહી. જો કે, સંજુ સેમસન માત્ર 26 રન બનાવી આઉટ થયા, અને કેપ્ટન સુર્યકુમાર યાદવ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. ત્યારે ટીમે 41 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.

- Advertisement -

આ સ્થિતિમાં અભિષેક શર્માએ મોરચો સંભાળ્યો અને માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી. તેમની આ પારી દરમિયાન તેમણે 6 સિક્સર અને 3 ફોર માર્યા. આક્રમક બેટિંગ ચાલુ રાખતાં તેમણે 34 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં 8 સિક્સર અને 5 ફોર સામેલ હતા. અભિષેક અને તિલક વર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 84 રનની ભાગીદારી થઈ.

અર્શદીપ અને વરૂણનું બેસ્ટ પરફોર્મન્સ

arshdeep-varun-best-bowlingઇંગ્લેન્ડની ટીમ માટે શાનદાર શરૂઆત કરવી મુશ્કેલ સાબિત ઈ. ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહ અને સ્પિન મિસ્ટર વરૂણ ચક્રવર્તીએ ઇંગ્લેન્ડના બેટિંગ લાઇનઅપને પહેલા સ્ટેજમાં જ બેધડક બનાવી દીધું. ઇંગ્લેન્ડે 17 રન પર જ બે વિકેટ ગુમાવી દીધી, અને ટીમે ધીમી ગતિથી આગળ વધવું પડ્યું.

- Advertisement -

કપ્તાન જોસ બટલરે આકરા સંજોગોમાં ટીમને સંભાળી હતી અને 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેમ છતાં, ભારતીય બોલરોના સતત દબાણમાં બટલરની આ પારી ઈંગ્લેન્ડને ઉચિત સ્કોર સુધી પહોચાડામાં નષ્ફળ રહી. વરૂણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં હૈરી બ્રૂક અને લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યા હતા.

અંતે, બટલર 44 બોલમાં 68 રન બનાવી આઉટ થયા. ઈંગ્લેન્ડના 8 બેટ્સમેનોનો સ્કોર 10 થી પણ ઓછો રહ્યો હતો. ભારતીય બોલરોમાં વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ લાવી, જ્યારે અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી. આ શાનદાર બોલિંગ દ્રશ્યને કારણે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 132 રનમાં ઓલઆઉટ થઈ.

અર્શદીપ સિહે રચ્યો તિહાસ

આ મેચ દરમિયાન 2 વિકેટ સાથે અર્શદીપ સિંહ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવા વાળા ભારતીય બોલર બન્યા. તેમણે યુઝવેન્‍દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમણે 80 મેચમાં 96 વિકેટ લીધી હતી. અર્શદીપે આ સિદ્ધિ માત્ર 61 મેચમાં હાંસલ કરી.

ટી20માં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ખેલાડીઓ

  • 97 વિકેટ – અર્શદીપ સિંહ (61 મેચ)
  • 96 વિકેટ – યુઝવેન્‍દ્ર ચહલ (80 મેચ)
  • 90 વિકટ – ભુવનેશ્વર કુમાર (87 મેચ)
  • 89 વિકેટ – જસપ્રિત બુમરાહ (70 મેચ)
  • 89 વિકેટ – હાર્દિક પંડ્યા (110 મેચ)

મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યા

મેચ પહેલા ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11 જાહેર કરી હતી, જ્યારે ભારતે ટોસ પછી પોતાની ટીમ જાહેર કરી. ભારતે આ મેચ માટે મોહમ્મદ શમીને બહાર રાખ્યા હતા. ઇડન ગાર્ડન્સના આ મેદાન પર ભારતે અત્યાર સુધીના એકમાત્ર પરાજયનો સામનો 2011માં ઇંગ્લેન્ડ સામે કર્યો હતો.

આગલો મેચ:
શ્રેણીનો બીજો મુકાબલો હવે 25 જાન્યુઆરીએ ચેન્નઈમાં રમાશે.

ભારતીય ટીમની આ જીતે શ્રેણી માટે મજબૂત શરૂઆત કરી છે. અભિષેક શર્માની બેટિંગ અને બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ટીમે આટલી આસાનીથી જીત મેળવી છે. ચેન્નઈમાં આગામી મેચ પણ રસપ્રદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular