‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જામનગરના વિશ્વવિખ્યાત અને રાજાશાહી યુગના ઐતિહાસિક ભુજિયા કોઠાને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યો છે. દેશભક્તિના રંગે રંગાયેલા ભુજિયા કોઠાની આ મનમોહક ઝલક શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગોથી ઝગમગતો ભુજિયા કોઠો ભારતની આન, બાન અને શાનનું પ્રતીક બની દેશપ્રેમનો સંદેશ આપી રહ્યો છે.
View this post on Instagram


