Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરચૂંટણીલક્ષી પ્રચારના બેનરો દૂર કરતી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા - VIDEO

ચૂંટણીલક્ષી પ્રચારના બેનરો દૂર કરતી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા – VIDEO

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાવાનું છે. જેને લઇ પ્રચાર-પડઘમના ભૂંગળા બંધ થઇ ચૂકયા છે. ત્યારે તંત્ર દ્વારા પણ તેની ચુસ્ત અમલવારીનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે. જાહેર પ્રચારને લગતા બેનરો સહિતનું સાહિત્ય દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. શુક્રવારે સાંજથી પ્રચારના ભૂંગળા શાંત થઇ ચૂકયા છે. જેની અમલવારીનો પણ તંત્ર દ્વારા પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની 40 જેટલી ટીમો મેદાને ઉતરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા જાહેર પ્રચારના બેનર, હોર્ડિંગ્સ, પોસ્ટર, ઝંડી વગેરે સામગ્રીઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ડીકેવી, લીમડાલાઇન, ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી હતી.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular