તાજેતરમાં જામનગર ખાતે ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જામનગરના ખેલાડીઓએ મેદાન માર્યું છે. અન્ડર-13 ગર્લ્સ વિભાગમાં દિયા ઉદાણી તથા બોયસ વિભાગમાં ભવ્યરાજસિંહ ઝાલા વિજેતા થયા છે. દિયા ઉદાણી, વુમન્સ વિભાગમાં રનર અપ થયા છે. તેમજ તેમજ અન્ડર-13 બોયસ વિભાગમાં દિપ ઉદાણી રનર અપ થયા છે.
જામનગરમાં ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર-13, અન્ડર-15, અન્ડર-17 સહિતના વિભાગો તેમજ મેન-વુમન વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં અંદાજીત 60 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગર શહેરના ખેલાડીઓએ વિજેતા થઇ જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. જામનગરની સેન્ટફ્રાન્સિસ સ્કૂલમાં ધો.7માં અભ્યાસ કરતાં દિયા નિલેષભાઇ ઉદાણીએ અન્ડર-13માં ચેમ્પિયન થયા છે. તેમજ વુમન્સ વિભાગમાં રનર અપ રહ્યા છે. તેઓ આ પહેલાં સુરેન્દ્રનગર ખાતે આયોજીત ઓપન ગુજરાત ટેબલ ટેનિસ સ્પર્ધામાં વુમન્સ ડબ્બલસમાં પણ બીજો નંબર મેળવી ચુકયા છે. તેમજ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ માટે છેલ્લાં બે વર્ષથી આ ટુર્નામેન્ટ માટે પ્રેકટીસ અને તૈયારી કરતાં હતાં અને દરરોજ સાંજે 5 થી 7 દરમ્યાન એમપી શાહ સર્કલ ખાતે પ્રેકટીસ કરતાં હતાં અને તેમના કોચ જયેશ રાવલ તથા કૃણાલસર પાસે માર્ગદર્શન મેળવ્યું હતું.
અન્ડર-13 બોયસ વિભાગમાં વિજેતા થયેલ ભવ્યરાજસિંહ ઝાલા હાલમાં સત્યસાંઇ વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ તેમણે પણ જયેશભાઇ રાવલ તથા કૃણાલ સર પાસે કોચિંગ મેળવ્યું હતું.
અન્ડર-13 બોયસ વિભાગમાં દિપ નિલેષભાઇ ઉદાણી રનર અપ રહ્યા હતાં. તેઓ ધો.7માં સેન્ટફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને છેલ્લાં બે વર્ષ જેટલાં સમયથી આ સ્પર્ધા માટે પ્રેકિટસ કરી હતી અને જયેશભાઇ તથા કૃણાલભાઇ પાસેથી કોચિંગ મેળવ્યું હતું.
જામનગરમાં યોજાયેલ ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓ જોડાયા છે. સ્પર્ધામાં અંદાજિત 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના કાર્યકારી સદસ્યો દ્વારા ખૂબ જ સારું આયોજન અને તૈયારીઓ કરવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
આ સ્પર્ધાનું સંચાલન ઉદયભાઈ કટારમલ (મીડિયા કનવિનાર) ના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ કનખરા, કૃણાલભાઈ ત્રિવેદી તથા કુશલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની મહેનત દ્વારા સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકો જોડાવાનું શક્ય બની શક્યું છે અને આગામી સમયમાં ટેબલ ટેનિસ રમતગમત ક્ષેત્રે જામનગર રાજ્ય કક્ષા પર ખૂબ જ સારું સ્થાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી આ સ્પર્ધા સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટૂર્નામેન્ટમાં અન્ડર-13 ગર્લ્સ વિભાગમાં દિયા ઉદાણી વિનર તથા સોનિયા નાયર રનર અપ, અન્ડર-13 બોયઝ ભવ્યરાજ ઝાલા વિનર તથા દીપ ઉદાણી રનર અપ, અન્ડર-15 બોયઝ સ્મિત બુદ્ધ વિનર તથર દીપ ઉદાણી રનર અપ, અન્ડર-17 બોયઝ સ્મિત બુદ્ધ વિનર તથા હર્ષ કનારા રનર અપ, અન્ડર-19 બોયઝ પ્રણય ત્રિવેદી વિનર તથા સ્મિત બુદ્ધ રનર અપ, વિમેન્સ સંગીતા જેઠવા વિનર તથા દિયા ઉદાણી રનર અપ, મેન્સ નિલેશ વિઠલાણી વિજર તથા ડોકટર વિરલ મહેતા રનર અપ રહ્યા હતાં.
આ આયોજનમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ જયેશભાઈ શાહ, સેક્રેટરી પ્રકાશભાઈ નંદાનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. એસોસિએશનના અન્ય સદસ્યો જયેશભાઈ, ઊર્મિલભાઈ, કેતનભાઇ સહિતનાઓએ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જરૂરી સહયોગ આપ્યો હતો.
સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને શહેર ના મહાનુભાવો તથા જે ડી ટી ટી એ ના હોદેદારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના અગ્રણી મહેશભાઈ કટારમલ (જીટીપીએલ અંજલિ કેબલ), સ્પોર્ટ્સ ના પ્રોત્સાહક નિલેશભાઈ ઉદાણી, ચેતન મોનાણી (સેન્ટઝેવિયર્સ ના સ્પોર્ટ્સ ટીચર), કષ્યપભાઈ મહેતા – કેસી ભાઈ (જે એમ સી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ના મેનેજિંગ ઇન્ચાર્જ) ઉપસ્થિત રહ્યા હતાં.