કાલાવડ રાજકોટ હાઇ-વે ઉપર નિકાવા ગામ પાસે આવેલ મામાના ખિજડા પાસે અજાણ્યા વાહનએ બાઇકને ઠોકર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. ઘટનાને પગલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર કાલાવડ રાજકોટ હાઇ-વે ઉપર નિકાવા ગામ પાસે આવેલ મામાના ખિજડા પાસેથી પસાર થઇ રહેલ બાઇક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.અજાણ્યો વાહન ચાલક બાઇકને ઠોકર મારી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા ઠોકર મારનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.