Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાર એસો. દ્વારા સ્વ. મણિલાલ અનડકટની સ્મૃતિમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર બાર એસો. દ્વારા સ્વ. મણિલાલ અનડકટની સ્મૃતિમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ

- Advertisement -

જામનગર બાર એસોસિએશન દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. મણિલાલ લીલાધાર અનડકટની સ્મૃતિમાં એપીએલ ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. 24 તથા 25ના રોજ સાંજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુમેર કલબ ગ્રાઉન્ડ ખાતે બે દિવસનું આયોજન રાખવામાં આવ્યું છે. જે ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં વકીલોની ટીમ તથા જજીસની ટીમ ભાગ લેશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વ. મણિલાલ લીલાધર અનડકટ ગુજરાત બાર કાઉન્સીલમાં છ ટર્મ મેમ્બર તરીકે રહ્યાં હતાં અને હાલ તેના પુત્ર મનોજ મણિલાલ અનડકટ છેલ્લી ત્રણ ટર્મથી ગુજરાત બાર કાઉન્સીલમાં ચૂંટાઇ આવે છે. મનોજ અનડકટનું નામ સૌરાષ્ટ્રના વકીલોમાં આદરતાથી લેવાય છે. તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કે, તે વકીલોના ભિષ્મપિતા કહેવાતા હતાં.

જામનગર એસો. દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જામનગરના બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી, જો. સેક્રેટરી વનરાજસિંહ ચુડાસમા, ટ્રેઝરર રુચિર રાવલ, લાયબ્રેરી સેક્રેટરી બ્રિજેશ ત્રિવેદી તેમજ રાજેશ મણિલાલ અનડકટ તથા હેત મનોજભાઇ અનડકટ અને જીત મનોજ અનડકટ અને જામનગર બાર એસો.ના કારોબારી સભ્ય તરીકે મૃગેન ઠાકર, દિપક ગચ્છર, સંદિપ લખીયર, જયેશ સુરડીયા, હર્ષ પારેખ, ભાવેશ જવાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular