Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજૈન સમાજના સેવાભાવીઓનું જૈન શક્તિ એવોર્ડથી સન્માન

જૈન સમાજના સેવાભાવીઓનું જૈન શક્તિ એવોર્ડથી સન્માન

- Advertisement -

જામનગરમાં જૈન શકિત મેગેઝીન દ્વારા જૈન સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સેવા આપનાર વ્યકિતઓને એવોર્ડ આપી સન્માનિત કરવાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન શકિત એવોર્ડ – 2023 નું પરમપૂજય આચાયંદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા પ.પુ.મનમોહનસુરીશ્ર્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂજય પંન્યાસ શ્રી વ્રજસેનવિજયજી ગણિવર્ય પ્રેરીત મુકત-પ્રેમ-પાર્શ્ર્વ પરિવાર નિર્મિત તપગચ્છ આરાધના સંકુલ, મોહનનગર, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.

- Advertisement -

ધી નવાનગર કો. ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન અને જૈન સમાજના અગ્રણી રમણીકલાલ કે. શાહ, દશા શ્રીમાળી લાણી સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શેઠ, જીતુભાઈ મેતા (જૈન ભોજનાલય) તથા જૈન વિજય ફરસાણ માર્ટવાળા રાજુભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ આ એવોર્ડ સમારોહમાં કીરીટભાઈ મહેતા, નીલેશભાઈ ઉદાણી, શરદભાઈ શેઠ, ડો. રૂપેન દોઢીયા તથા સી.એ. સાગરભાઈ ઝવેરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કિરીટભાઈ મહેતા જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ, ધી નવાનગર બેંકના ડાયરેકટર તથા વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. નિલેશભાઈ ઉદાણી ભારતીય જનતા પાર્ટીના પુર્વ શહેર પ્રમુખ તથા ખબર ગુજરાત કોમ્યુનિકેશનના મેનેજીંગ તંત્રી છે. શરદભાઈ શેઠ એમ.પી. શાહ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી તથા જૈન ભોજનાલયના ઉપપ્રમુખ છે. ડો.રૂપેનભાઈ દોઢીયા એમ.પી. શાહ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગુહના ટ્રસ્ટી છે. સીએ સાગરભાઈ ઝવેરી શાંતિભુવન દેરાસર અને ઉપાશ્રયના ટ્રસ્ટી છે.

- Advertisement -

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન શકિત મેગેઝીન પરિવારના અજયભાઈ શેઠ, સીએ મનીષભાઈ મારૂ, જયભાઈ દોશી, જયેશ વસા તથા મિલાપ કોઠારીએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular