Sunday, October 13, 2024
Homeરાજ્યહાલારધ્રોલના જૈન અગ્રણી દ્વારા અનોખી રીતે સમુહ લગ્નનું આયોજન

ધ્રોલના જૈન અગ્રણી દ્વારા અનોખી રીતે સમુહ લગ્નનું આયોજન

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલ જૈન સુખડિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા દરવર્ષે અનોખા સમુહ લગ્ન કરાવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ અનોખી રીતે યોજાશે. જેમાં રાજકોટના આલિશાન રિસોર્ટમાં હાઇટેક સમુહ લગ્ન સાથે તુલસી વિવાહ પણ યોજાશે. 9 દિકરીઓને પોતાની દિકરીઓ સમજી લગ્ન કરાવવામાં આવશે. જેમાં હાલના સમયમાં પ્રિવેડિંગનું મહત્વ વધી ગયું છે. ત્યારે તેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ સમુહ લગ્નમાં 108 વસ્તુઓ આપવામાં આવશે. જેમાં 24 વસ્તુઓ સોના-ચાંદીની છે. હાલની મોંઘવારીના સમયમાં આ એક સ્તુતિય પગલું છે.

- Advertisement -

સુખડિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ દશાશ્રીમાળી જૈન સુખડિયા સમાજના જાજરમાન સમુહલગ્નનું એટલે કે, લાડકીના લગ્નોત્સવ-2023નું આયોજન તુલસી વિવાહના દિવસે કરવામાં આવ્યું છે. જેમાં એક પણ પરંતુ 9 દિકરીઓના ડેસ્ટીનેશન વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્રોલના જૈન અગ્રણી નીતિનભાઇ માંડલિયા અને તેમની ટીમ દ્વારા સમાજની નહીં પણ પોતાની દિકરીઓને વળાવતા હોય એવા ઠાઠ-માઠથી તા. 23ના રોજ રાજકોટના રિસોર્ટમાં અનોખા સમુહલગ્ન યોજવામાં આવ્યા છે.

દરેકના જીવનમાં લગ્નનો દિવસ ખૂબ મહત્વનો હોય છે. આ દિવસને યાદગાર બનાવવા હાલના સમયમાં ડેસ્ટીનેશન વેડિંગ રાખવાનું ચલણ વધી ગયું છે. ત્યારે જૈન અગ્રણી અને તમેની ટીમ દ્વારા ડેસ્ટીનેશન સમુહલગ્નનું આયોજન કરી દિકરીઓના સપના પુરા કરવા સમુહલગ્નને એક નવી દિશા આપી છે. સમુહલગ્નમાં એકપણ રૂપિયાનું દાન સ્વિકારવામાં આવતું નથી. સંપૂર્ણ આયોજન આયોજકો દ્વારા પોતાના સ્વદ્રવ્યથી કરવામાં આવ્યું છે. દિકરીઓને 108 જેટલી વસ્તુઓ પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે. જેમાં 24 વસ્તુઓ સોના-ચાંદીની ભેટ આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular