Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરગીરનારી સાધક રતિદાદાના પ્રિય શબ્દ ‘જય જગન્નાથ’ ચરિત્ર ગાથાનું સમાપન

ગીરનારી સાધક રતિદાદાના પ્રિય શબ્દ ‘જય જગન્નાથ’ ચરિત્ર ગાથાનું સમાપન

- Advertisement -

પિતા… કુટુંબમાં એવી વ્યક્તિ કે જે આખા કુટુંબની પ્રસન્નતા માટે પોતાનુ જીવન આપી દે છે, સંતાનોની ખુશી માટે, તેમના ભણતર માટે, તેમને સારું જીવન આપવા પોતાના શોખ ભૂલી જાય છે. પિતા મોટાભાગનો સમય ઘરની બહાર રહીને પણ સતત સંતાનોની ચિંતામાં હોય છે.. આપણા સમાજમાં માતાની મહાનતા જેટલી મનાય છે એટલી પિતાની મનાતી નથી. પિતાની મહાનતા, તેમના ત્યાગ, તેમના પ્રેમનુ ત્રુણ ચુકવવા તેમના પ્રિય શબ્દ ’જય જગન્નાથ’ ચરિત્ર ગાથાનુ આયોજન કર્યું હતું. ગિરનાર તિર્થ ક્ષેત્રના પથ્થર ચટ્ટી, ગૌમુખી ગંગા, કમંડળ કુંડ, પાંડવ ગુફા, મહાકાળી ગુફા જેવા દિવ્ય સ્થળોએ સાધના કરીને ‘જય જગન્નાથ’ શબ્દને આત્મસાત કરી, કેશોદના જય જગન્નાથ આશ્રમને પોતાની તપોભૂમિ બનાવી, એવા ગીરનારી સાધક રતિદાદાની પ્રસન્નતા માટે તેમના પરિવારજનોએ આ કથાનું આયોજન કર્યું હતુ.

- Advertisement -

વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી મહાદેવ પ્રસાદજીએ ચરિત્ર ગાથાનુ રસપાન કરાવ્યું હતું. કથામાં પ્રથમ દિવસે પૂ. શેરનાથબાપુ અને પૂ. મુકતાનંદબાપુના વરદહસ્તે દિપ પ્રાગટય થયું હતું. તે જ દિવસે ગુજરાતના મંત્રી દેવાભાઈ માલમ અને સંતો મહંતો ની ઉપસ્થિતિમાં પૂ. રતિદાદાના જીવન કવન વિશેના પુસ્તક ‘અર્ધ્ય’ વિમોચન કરવામાં આવ્યું હતું.
જીવનમાં શિક્ષણનુ મહત્વ અને વિદ્યાર્થીઓની મહેનતને શિક્ષણ સાથે જોડાયેલા લોકો જ સમજી શકે. વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન વધારવા તેમને ઇનામ આપીને બિરદાવવા આવે છે. આ કથા દરમ્યાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદીને જોશી પરિવાર તરફથી રૂા. 1,50,000નો ચેક, ઇતિહાસ વિષયના અનુસ્નાતક ભવનમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક આપવાના હેતુથી આપવામાં આવ્યો હતો. કથા સપ્તાહ દરમિયાન તમામ સંપ્રદાયના સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં મોટી હવેલીના પિયુષ બાવા, સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી, વડવાળાની જગ્યાના જગજીવનદાસ બાપુ, સતાધારના મહંત વિજયભાઈ બાપુ, દિગમ્બર જૈન આચાર્ય નિર્ભય સાગરજી, ગિરનાર દર્શનના જૈન આચાર્ય હેમવલ્લભસૂરીજી, મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસબાપુ, અક્ષર મંદિર જુનાગઢના કોઠારી સ્વામી, રામટેકરીના મહંત કિશનદાસજી, પ્રેરણાધામના મહંત લાલજી મહારાજ, ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્ર્વર હિરહરાનંદ બાપુ, ગિરનાર કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુ, શિવનિકેતનના દલપતસ્વામી, ભુતનાથ મંદિરના વસંતગીરી બાપુ, મહાદેવભારતી બાપુ સહિત સંતો મહંતો એ ઉપસ્થિત રહીને જોશી પરિવારને આશિર્વાદ આપ્યા હતા, અને આવા અનેરા પિતૃકાર્ય માટે જોશી પરિવારને બિરદાવ્યા હતા.

આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાંથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, કલ્પેશભાઈ ત્રિવેદી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્થાપક સચિવ ગિરીશભાઈ ઠાકર, પ્રો. પંકજભાઈ રાવલ, જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખભાઈ દોશી, કેળવણી કાર જેઠાભાઈ પાનેરા, લોએજ કોલેજના પ્રમુખ વેજાભાઈ ચાડેરા, ગિરગઢડા કોલેજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોશી, અમૃત એન્જિનિયરિંગ કોલેજના પ્રમુખ રાજુભાઇ વડોદરીયા, સુભાષ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. બલરામ ભાઈ ચાવડા સહિતના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત ઉનાના પ્રાંત અધિકારી જે.એમ.રાવલ, મામલતદાર પિનાકીન ભાઈ, નાનજીભાઈ વેકરીયા, કે.ડી.પંડયા, જયભાઈ ત્રિવેદી, ડોલીબેન અજમેરા, જીવાભાઈ વાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ગુજરાત સરકારના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ઇફકોના ડાયરેક્ટર ગોવિંદભાઈ પરમાર, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા જેવા આગેવાનોએ ઉપસ્થિત રહીને કથા શ્રવણ કરી હતી અને જોશી પરિવારને બિરદાવ્યા હતા. આ ઉપરાંત સચિનભાઇ જાની, છેલભાઈ જોશી, જયદેવ ભાઈ જોશી, જયેશભાઇ લાડાણી વગેરે આગેવાનો, રતિદાદાના શિષ્યો, સેવકો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કથાને સફળ બનાવવા માટે વિનુભાઈ વેકરીયા, મગનભાઈ કુભાણી, મહેન્દ્રભાઈ સિધ્ધપરા, બટુકભાઈ રાજપરા, વિપુલ ભાઈ પીપલીયા, પૃથ્વીભાઈ આંબલા, પ્રો. અજયભાઈ ટીટા, મેહુલભાઈ શુક્લ, દર્શિતા ગુજરાતી વગેરેએ સાથ સહકાર આપ્યો હતો. કથાના અંતે જોશી પરિવાર ના હિમાંશુભાઈ, વર્ષાબેન, વિશાલભાઈ અને ચંદ્રિકાબેને સૌનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular